હથિયાર સાથે ઝડપાયો:ધ્રાંગધ્રામાં ચોરીની મોટરસાયકલ સાથે એક શખ્સ અને ગેરકાયદેસર હથીયાર સાથે એક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રામાં બાતમીના આધારે નરશીપુરા હનુમાનજી મંદિર પાસે એક શખ્સ ગેરકાયદે બંદૂક સાથે ઝડપાયો હતો. જ્યારે અન્ય એક કેસમાં પેટ્રોલિંગ દરમિયાન એક શકમંદની પૂછપરછ કરવામાં આવતા એ શખ્સ ચોરીની બાઇક લઇને નીકળ્યો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદે બંદૂક સાથે એકની ધરપકડ
ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાની આગેવાની હેઠળ પીઆઇ બી.એમ.દેસાઇ, ડી.જે.ઝાલા, દશરથભાઇ ધાંધર, અશોકભાઇ શેખાવા, વિક્રમભાઇ રબારી, યુવરાજસિંહ સોલંકી અને બ્રીજરાજસિંહ ઝાલા સહિતના પોલિસ સ્ટાફે ખાનગી વાહનમાં પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક ઇસમ ગેરકાયદેસર હથીયાર લઇ નરશીપુરા હનુમાનજી મંદિર પાસે તળાવમાં જતા કાચા માર્ગે તરફથી ધ્રાંગધ્રા નરશીપરા તરફ પગપાળા ચાલી અંધારામાં આવતો હોઇ તેને કોર્ડન કરી આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલભા મેરૂભાઇ ખંડોરીયા પાસેથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલની મઝરલોડ ( ઝામગરી ) બંદૂક સાથે પકડી વધુ તપાસ ધ્રાંગધ્રા પોલિસ ચલાવી રહી છે.

ચોરેલી બાઈક સાથે ઝડપાયો
ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સ્કવોર્ડના બાલજીભાઇ પરમાર, મયુરભાઇ ચાવડા સહિતના પોલિસ સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકા પોલિસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ઇસમ હોન્ડા સીડી 110 કાળા કલરનું નંબર પ્લેટ વગરનું ચોરી કરેલું બાઇક લઇને વેચાણ કરવાના અર્થે ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામ પાસેથી નિકળતા ગોપાલભાઇ ઉર્ફે રાજુભાઇ ગેલાભાઇ ભરવાડ પાસેથી રૂ. 40 હજારની કિંમતનું મોટરસાયકલ ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલિસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...