મોરબીના શનાળા ગામે મહિલાએ પહેરેલી સોનાના 9 તોલાના ચેનની ચિલઝડપ કરનાર શખ્સને મોરબી એલસીબીએ પકડી પાડ્યો છે. જો કે આ આરોપીનો ઇતિહાસ સામે આવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. આરોપીએ અગાઉ 9 ચિલઝડપ કરી છે. તેમ છતાં એક પણ વખત પોલીસના હાથમાં આવ્યો નથી. જો કે મોરબી એલસીબીએ આ રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.4થી મેના રોજ ચેતનાબેન કરમટા ( રહે.મકનસર વાળા ) વિરપર ખાતેથી લગ્ન પ્રસંગ પુરો કરી શક્ત શનાળા પોતાના જેઠાણીના ઘરે જતાં હતા. તે દરમિયાન બપોરના સમયે બાઈક ચાલક ગળામાં પહેરલો સોનાનો હાર તથા પાટીપારો ચિલઝડપ કરીને લઇ ગયો હતો. જે મામલે મોરબી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ આદરી હતી.
આ ગુનામાં વપરાયેલી બાઇકમાં નંબર પ્લેટ ન હોવાથી બાઈક અંગે એલસીબીએ તપાસ આદરી હતી. બાદમાં બાતમીના આધારે માહિતી મળેલી કે ગુનામાં મોટર સાયકલ નંબર GJ-03-MC-1070 વપરાયેલું છે. જેથી પોકેટકોપ એપ મારફતે સર્ચ કરતા આ બાઈક વિક્રમભાઇ વલ્લભભાઇ વાઘેલા ( રહે. ભાડલા તા.જસદણ જી.રાજકોટ ) વાળાના નામે રજીસ્ટર થયેલું હોવાનું માલુમ પડ્યું હતું.
વધુમાં આ બાઈક સાથે આરોપી મોરબી બાયપાસ રોડ ઉપર આંટાફેરા મારતો હોવાની હકિકત મળતા તેને પકડી પાડતા તે વિક્રમભાઇ વલ્લભભાઇ વાલજીભાઇ વાઘેલા ( ઉ.વર્ષ- 28 ) જ હોવાનું માલુમ પડ્યું હતું. તેની પૂછપરછ કરતા તેને ગુનાની કબુલાત પણ આપી હતી. બાદમાં આ ગુનામાં ગયેલા સોનાના દાગીના તથા ગુનામાં વપરાયેલો કુલ રૂ.2.95 લાખનો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, પો.સબ.ઇન્સ.એન.બી.ડાભી તથા એન.એચ.યુડાસમા એલ.સી.બી. મોરબી, એ.ડી.જાડેજા, તથા ASI પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પુથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા કોન્સ. ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફ જોડાયેલા હતા.
શાકભાજીનો ધંધો કરતો આરોપી ચિલઝડપમાં માહેરઆ કેસમાં પકડાયેલો આરોપી વિક્રમભાઇ વલ્લભભાઇ વાલજીભાઇ વાઘેલા ( ઉ.વર્ષ- 28 ) શાકભાજીનો ધંધો કરે છે. જે મોટરસાયકલ ઉપર મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જઇ પગપાળા ચાલતી એકલ દોકલ સ્ત્રીઓના ગળામાંથી સોનાના દાગીના મોકો મળે ત્યારે આંચકી ચીલ ઝડપ કરી ઝુંટવી જવામાં માહેર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.