હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર દેવળીયા ચોકડી નજીક કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા માળીયા તરફથી આવતી કારના ચાલક સાથે અથડાતા કાર ચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે મોરબી લઇ જવાયો હતો અને વધુ સારવારની જરૂર જણાતાં તેને રાજકોટ રીફર કરાયો હતો પરંતુ રાજકોટ સારવાર મળે તે પહેલા જ કાર ચાલકનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
હળવદ માળીયા કચ્છ હાઇવે પર વાહનચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવી અકસ્માત નોતરી રહ્યા છે, અનેક લોકોના મોત અને ગંભીર ઈજા પહોંચવાની ઘટનાઓ બની છે ત્યારે આવો જ એક બનાવ સોમવારે બપોરે હળવદ માળીયા હાઈવે ઉપર આવેલા દેવળિયા ગામની ચોકડી પાસે બન્યો હતો. હળવદથી ગાંધીધામ તરફ જતા કન્ટેનર ચાલકે એકાએક દેવળીયા નજીક પહોંચતા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કન્ટેનર બેકાબુ બનીને ડિવાઈડર પર ચડી ગયું હતું અને ત્યારબાદ સામેથી આવતી કાર સાથે અથડાતા કારમાં અંજારના 26 વર્ષ સુનીલકુમાર શામજીભાઈ બરૈયા સાપેડા મુસાફરી કરતા હતા અને તેમને માથાના ભાગે અને શરીરે ઈજા થતાં તાત્કાલિક 108ની મદદથી મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ ગંભીર ઇજા પહોંચતા તેઓને રાજકોટ લઇ જવા જરૂરી હતી ત્યારે રાજકોટ પહોંચે તે પહેલાં જ સુનિલભાઈનું મોત નીપજયું હતું.
બનાવની જાણ પોલીસને થતાં 108ની ટીમ તથા પોલીસના વિપુલભાઈ ભદ્રાડીયા સહિતના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિકજામ હળવો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.