તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રાનાં 18 ગામને નર્મદાનાં નીર મળે તેવી વ્યવસ્થા કરાવો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂત આગેવાનોએ જિલ્લા ભાજપ આગેવાનોને નર્મદાના પાણી અપાવવા પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી. - Divya Bhaskar
ખેડૂત આગેવાનોએ જિલ્લા ભાજપ આગેવાનોને નર્મદાના પાણી અપાવવા પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી.
  • ખેડૂત આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના 18 ગામોને ખેતીની જમીનને કાયમી ધોરણે નર્મદાના નીર મળે તેવી વ્યવસ્થા કરવા ખેડૂત આગેવાનોએ સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપ આગેાવનોને રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો વધુમાં વધુ લાભ મળે માટે રાજ્ય સરકાર કામગીરી કરાઇ રહી હોવાનું જણાવે છે. વઢવાણ, ધ્રાંગધ્રા તથા મૂળી તાલુકાના દિગસર, દાણાવાડા નગરા સહિત 18 ગામોને નર્મદાના નીર ખેતી ઉપજાઉ જમીનને કાયમી ધોરણે મળી રહે માટે વ્યવસ્થા કરવા ખેડૂત આગેવાનો રજૂઆત કરી હતી.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાને મૂળી તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજરાજસિંહ વાઘેલા, ખેતીબેંક ચેરમેન મંગળસિંહ પરમારને અગાઉ બનાવેલા પ્લાનિંગ અને નકશા બનાવી રજૂઆત કરી હતી. આથી તેઓએ આગામી સમયમાં સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કિરીટસિંહ રાણા, પરષોતમભાઇ સાબરિયાને સાથે રાખી મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવા બાંહેધરી આપી આવનારા સમયમાં બને તેટલું જલ્દી આ પ્રોજેક્ટને મંજૂરી અપાવવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...