તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વઢવાણના મુખ્ય માર્ગો- પુલોની સાફસફાઇ: 6 ટન ધૂળનો નિકાલ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા દ્વારા 30થી વધુ કામદારો અને મજૂરો દ્વારા સફાઇ કરવામાં આવી

વઢવાણ શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર દિવાળી પર્વને લઇને સાફસફાઇ કરવામાં આવી હતી. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. આ કામગીરીમાં 30 વધુ મજુરો દ્વારા ટ્રેકટરો દ્વારા 6 ટન જેટલી ધૂળનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના 60 ફૂટ રોડ સહિતના માર્ગોની બંને સાઇડો પર ધૂળ સહિતના કચરાઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત જીઆઈડીસી કોઝવે, વઢવાણ ધોળીપોળના પુલો સહિતના સ્થળોએ આ જ પરિસ્તિથી લોકોના વાહનો સ્લીપ ખાઈ જવાની સાથે અકસ્માતો થતા હતા. ત્યારે હાલ દિવાળી તેમજ નવા વર્ષના તહેવારને ધ્યાને લઇને વઢવાણ પ્રાંત અધિકારી અનિલભાઈ ગોસ્વામી, ચીફઓફિસર સંજયભાઈ પંડયાની સૂચનાથી શહેરના મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં સેનિટેશન ઇન્સ્પેકટર મોહન સાગઠીયા, મનુભાઈ હડીયલ સહિતના સ્ટાફે માણસો મૂકીને કામગીરી કરી હતી. આથી શહેરના બસ સ્ટેશનથી પીપલ્સ બેંકવાળા રોડની ડિવાડર, ઉપાસના સર્કલથી ભક્તિનંદનસર્કલ ડિવાઇડર, ધોલીપોળ પુલ, કોઝવે સહિતના સ્થળો અને ગાંધી હોસ્પિટલના બગીચાની પણ સાફસફાઇ કરવામાં આવી હતી.આ જુદા જુદા સ્થળોના માર્ગો પરથી 30 વધુ કમદારો અને મજુરો દ્વારા ટ્રેકટરોમાં અંદાજે 6 ટન જેટલી ધૂળનો નિકાલ કરવામાં આવ્યો તો. જેના કારણે આ જુદા જુદા વિસ્તારોના માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો