ઉત્પાદકોને ફાયદો:માહિ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માહિ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં ટૂંકા સમય ગાળામાં સતત ચોથી વાર દુધખરીદ ભાવમાં વધારો કર્યો છે. જેમાં દુધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કરાયો છે.આથી સૌરાષ્ટ્ર કચ્છના એક લાખથી વધુ દુધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.

સૈારાષ્ટ્ર કચ્છના 1 લાખથી વધુ પશુ પાલકો માહિ ડેરી સાથે દુધ ઉત્પાદનમાં જોડાઇ શ્વેત ક્રાંતી સર્જવામાં પોતાનું યોગદાન આપી રહયા છે. હાલ રાજ્યમાં વધતા પશુદાણના ભાવ અને ચારાના ભાવ પણ આસમાને પહોંચતા દાણ બનાવતી કંપનીઓએ દાણના બેગમાં ભાવ વધારો કરી દીધો છે.

આથી પશુપાલકોને દુધ ઉત્પાદન માટે પશુઓનું પાલન પોષણ મોંઘુ થતા મુંજવણમાં મુકાયા હતા. આથી માહિ ડેરી દ્વારા ટુંકા ગાળામાં સતત ચોથી વાર દુધના ખરીદભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.જેમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો ભાવ વધારો કરાતા હાલ રૂ.770 પ્રતિકિલો ફેટે દુધનો ભાવ પશુપાલકોને મળશે. આથી માહિ ડેરી સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓના એક લાખથી વધુ પશુપાલકોને આર્થિક લાભકારક બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૈારાષ્ટ્ર કચ્છના 1 લાખથી વધુ પશુ પાલકો માહિ ડેરી સાથે દુધ ઉત્પાદનમાં જોડાઇ શ્વેત ક્રાંતી સર્જવામાં પોતાનું યોગદાન આપી રહયા છે. ત્યારે માહિ ડેરી દ્વારા દુધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કરાતા ઉત્પાદકોમાં હર્ષની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...