આયોજન:જિલ્લામાં મહાત્મા ગાંધી-લાલબહાદુર શાસ્ત્રીજી જયંતી ઉજવાઈ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓમાં બાપુના જીનવ કવન અંગે વકતૃત્ત્વ, ચિત્ર સ્પર્ધાઓ તથા ફોટો ગેલેરીનું આયોજન કરાયંુ

સુરેન્દ્રનરગ જિલ્લામાં મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીજી જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમનુંઆયોજન કરાયુ હતુ.જેમાં રાજકીય મુખ્યપાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ બાપુની પ્રતિમાને સુતરની આટી અને પુષ્પાંજલી આપી યાદ કર્યા હતા. જ્યારે શાળાઓમાં બંન્ને નેતાના જીવન અંગે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા ફોટો ગેલેરી સહિતનું આયોજન કરાયુ હતુ.

2 ઓક્ટોબર એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની ઠેરઠેર ઉજવણીનું આયોજન કરાયુ હતુ.જેમાં શહેરની મહાત્મા ગાંધી હોસ્પીટલ ખાતે ભાજપ, કોંગ્રેસ, આપના આગેવનોએ બાપુને સુતરની આંટી અર્પણ કરી તેમના દેશ પ્રત્યેના કાર્યોને યાદ કર્યા હતા.જ્યારે જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા બાળકો બાપુ અને લાલબહાદુર શાસ્ત્રીના જીવન કવન અંગે જાણકારી મેળવે માટે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા , સફાઇ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.

આ ઉપરાંત મહાત્મા ગાંધીના જીવનઅંગેના વિવિધ ફોટોગ્રાફ અને લેખો સાથે ફોટો ગેલેરીનું પણ જિલ્લાની જુદીજુદી શાળાઓમાં આયોજન કરાયુ હતુ.જેમાં શિક્ષકો, બાળકો અને વાલીઓએ ઉપસ્થિત રહી દેશના આઝાદીના લડવૈયાઓ અને દેશ ઘડતર માટે યોગદાન આપનાર બંન્ને નેતા વિશે માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...