ગણેશોત્સવ:સુરેન્દ્રનગરમાં મહારાષ્ટ્રીયન પરિવારો 22 વર્ષથી ગણેશ સ્થાપન કરે છે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર મંગલમૂર્તિ ગણેશ મંદિરે મહારાષ્ટ્રીયન પરિવારો ગણેશોત્સવ ઉજવણી કરે છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર મંગલમૂર્તિ ગણેશ મંદિરે મહારાષ્ટ્રીયન પરિવારો ગણેશોત્સવ ઉજવણી કરે છે.
  • મહારાષ્ટ્રથી શહેરમાં રહેવા આવેલા અલગ અલગ પરિવારો દર વર્ષે આયોજન કરે છે

સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મંગલમૂર્તિ ગણેશ મંદિર લોકોના આસ્થાનું સ્થાન છે. જેની સ્થાપના મહારાષ્ટ્રથી આવેલા પરિવારોએ કરી હતી. આ મંદિરે છેલ્લા 22 વર્ષથી ગણેશ સ્થાપના કરી દર વર્ષ ઉજવણી કરાય છે. કોરોના બાદ આ વર્ષ પણ ભવ્ય આયોજન કરી 7 દિવસ ગણેશજીની પૂજા-અર્ચના કરાઇ હતી.મૂળ મહારાષ્ટ્રનો તહેવાર ગણેશોત્સવ ઝાલાવાડીઓમાં પણ વર્ષોથી પ્રિય બની રહ્યો છે. જેમાં જિલ્લાભરમાં ગણેશ મંડળો ગજાનનની સ્થાપના કરી ભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શહેરના 80 ફૂટ રોડ પર આવેલું મંગલમૂર્તિ ગણેશ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ અંગે મંદિરમાં પૂજા કરાવતા મહેન્દ્ર મહારાજે જણાવ્યું કે અહીં 69 વર્ષ પહેલા ગણેશજીનું નાનુ મંદિર હતું. અહીં મહારાષ્ટ્રીયન પરિવારો આવી વસ્યા હતા.અને તા.15-10-2000ના રોજ વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરી ગણેશજીનું મંદિર બનાવાયું છે.

અહીં દર વર્ષ ગણેશોત્સવમાં 7 દિવસ દાદાની સ્થાપના કરી મંદિર ટ્રસ્ટના ગોડબોલે, મરાઠાભાઇ, પલ્સીકરભાઇ, પેડનેકરભાઇ, ફડકેભાઇ, ભાગવતભાઇ સહિત વિસ્તારના લોકો ભાવપૂર્વક પૂજનનો લાભ લે છે. મહારાષ્ટ્રીયન અને ગુજરાતમાં સ્થાપના અને પૂજનમાં કોઇ ફેરફાર નથી પણ દરેક મંડળ જેમ અહીં પણ દરરોજ ભોજન પ્રસાદ, ગીતમંગલ પ્રાર્થના સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. પૂર્ણાહૂતિના દિવસે સત્યનારાયણ દેવની કથાબાદ વરઘોડાનું આયોજન કરી ગણેશજીને વિદાય આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...