દેવાધી દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં અનેક ભક્તોએ પોતાની યથાશક્તિ ભક્તિ શરૂ કરી દીધી છે. ત્યારે છેલ્લા 23 વર્ષથી કોઠારિયા હાઇવે રોડ પરના મહામૃત્યુંજય મહાદેવ મંદિરે મંહત દ્વારા દર શ્રાવણ માસમાં ઝૂલા પર એક પગે તપસ્યા કરી રહ્યા છે.
વઢવાણ તાલુકાના કોઠારિયા રોડ પર રામરણુજા આશ્રમ 2001માં બન્યો હતો અને આ આશ્રમમાં જ મહામૃત્યુંજય મહાદેવનું મંદિર પણ આવેલુ છે. જેમાં હાલ રાજેન્દ્રગીરીબાપુ મહંત તરીકે છે. જ્યારે રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરીબાપુને કૌષાધ્યક્ષ અખાડાનું પદ પણ મેળવ્યુ છે. ત્યારે છેલ્લા 23 વર્ષથી રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપ કરી રહ્યાં છે. જેમાં તેઓ આખો શ્રાવણ માસ એક પગે ઉભા રહીને 24 કલાક તપસ્યા કરતા હતા. પરંતુ મહંત રાજેન્દ્રગીરીબાપુની હાલ 70ની આસપાસ ઉંમર થઇ ગઇ છે. તેમ છતા તેઓએ હાલ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી પોતાનું ઝૂલાતપ શરૂ કર્યુ હતુ. જેમાં તેઓ સવારના 7 કલાકથી લઇને સાંજની આરતી બાદ પૂર્ણ કરે છે અને અંદાજે 12 થી 14 કલાક આખો શ્રાવણ માસ એક પગે ઝુલા પર ઉભા રહીને તપસ્યા કરશે. આ અંગે રાજેન્દ્રગીરીબાપુએ જણાવ્યું કે, ઉંમર થઇ છે એટલે તપસ્યામાં બાધ કરવો પડી રહ્યો છે, આખો દિવસ પ્રવાહી ઉપર રહીને તપસ્યા ચાલુ છે. શ્રાવણ માસના એકમથી શરૂ થયેલું આ તપ ભાદરવા સુદ 2 બાદ પૂર્ણાહુતી થશે.
બીજી તરફ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીં બિરાજમાન સ્ફટીંગ શિવલીંગની કાનજીભાઈ રાજપૂત સહિતના ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.