તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:12 લાખની છેતરપિંડીના ગુનામાં સામેલ મહિલા સહિત મધ્ય પ્રદેશની ત્રિપુટી ઝબ્બે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિબેન્ચરોના નાણા 6 વર્ષે બામણા કરી આપીશું એવો વિશ્વાસ આપી ઠગાઇ કરી

સુરેન્દ્રનગરમાં 3-10-2020માં બી-ડિવિઝન પોલીસ મથકે 12 લાખની છેતરપિંડીની કેટલાક શખસો સામે ફરિયાદ નોંધાઇ હતી. પરિણામે બી-ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખીને મહિલા સહિત 3 શખસને દબોચી લીધા હતા. કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ પર વધુ છેતરપિંડીના ભેદો ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વઢવાણ 80 ફુટ રોડ અયોધ્યાનગરની સામે સહજાનંદ પાર્ક-5 પૂર્વ બ્રાહ્મણ સમાજની વાડી પાસે રહેતા રમેશભાઈ દિપાભાઈ ગામી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે તેમની તેમજ અન્ય લોકો સાથે છેતરપિંડી થતા તેઓએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ 3-10-2020માં નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ 30-4-2013થી સનસાઈન હાઇટેક ઇન્ફ્રાકોન લિમિટેડ નામની કંપની આ કંપનીની રજિસ્ટર ઓફિસ 403 યુનિક ટાવર હોટલ સૂર્યા પાછળ સયાજીગંજ વડોદરા પાસે આવેલી છે.

આ કંપનીની બ્રાન્ચ ઓફિસ સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આટર્સ કોલેજ સામે લાભ કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલેલી જેમાં વઢવાણના રણછોડભાઈ શીવાભાઈ પરમાર જિલ્લાના ડેપલોપમેન્ટ ઓફિસર તરીકે કામકાજ સંભાળતા હતા.આ કંપનીમાં રમેશભાઈ ગામી સભ્ય તરીકે જોડાયા અને કંપનીએ ડિબેન્ચર સર્ટીફિકેટ આપ્યું હતું. તેમજ રમેશભાઈ અને જગદીશભાઈ કલ્યાણભાઈ પરમાર સહિતના લોકોને ડિબેન્ચરોના નાણા 6 વર્ષે બમણા કરી આપીશું એવો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ રમેશભાઈના રૂ. 15000 તેમજ તેમના ગ્રાહકોના કુલ અંદાજે રૂ. 8,00,000 અને જગદીશભાઈના ગ્રાહકો સહિતના અંદાજે રૂ. 4,00,000 કુલ રૂ.12 લાખ પાછા આપ્યા ન હતા. અને તેના બદલામાં વડોદરા જિલ્લાની વાઘોડીયા તાલુકાની ઘોડાની જમીનમાં સુરેન્દ્રનગરની પોલીસીના આધારે એમના હિસ્સાની જમીન ત્રણ માસમાં રજીસ્ટર કરી આપીશુ તેવુ સોગંદનામુ કરી આપીશુ તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. તેમજ પોતાની કંપનીની સેબીના નીતિ નિયમ મુજબ લિમીટી પુરી થયા બાદ પણ અનસિકયોર ડિબેન્ચર સર્ટી આપી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો.

આથી પોલીસે સન સાઈન હાઇટેક કંપની પ્રા.લી.બ્રાંચ સુરેન્દ્રનગર લાભ કોમ્પલેક્ષમાં બીજા માળે.મુ.બ્રાંચ દુકાન નં. 403 યુનિક ટાવર સુર્યા હોલ પાસે સયાજીગંજ વડોદરાના અધિકારી તેમજ રમેશભાઈ ગણપતસિંહ નાયક સામે ગુનો નોંધી વધુ તપાસ બીડિવીઝન પીએસઆઈ એસ.બી.સોલંકી ચલાવી રહ્યાં હતા. ત્યારે બનાવના મૂળ સુધી પહોંચવા માટે પીએસઆઇ એસ.બી.સોલંકી સહિતની બી-ડિવીઝન પોલીસ ટીમે મધ્યપ્રદેશમાં પગેરૂ હોવાની બાતમીના આધારે ધામા નાંખ્યા હતા.

અને પરપ્રાંતીય પ્રદેશમાં પોલીસને સફળતા મળતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ પર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...