તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020:કસરતને દિનચર્ચા બનાવી દીધી, સવારે 5:00 વાગે યોગ અને કસરત ચાલુ કરી જીવનમાં પરિવર્તન લાવ્યા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યુ છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોનાનો શિકાર અનેક લોકો બની ચૂકયા છે. તેનાથી બચવા માટે માસ્ક અને દૂર આ બે બાબત તો મહત્વની જ છે પરંતુ તેની સાથે સાથે આ બીમારીથી બચવુ હોય તો તમારૂ સ્વાસ્થ્ય ખુબ સારૂ હોવુ પણ જરૂરી છે. તંદુરસ્ત શરીર કોરોનાની સામે તમારી ઢાલ બનીને ઉભુ રહે છે. આ બાબત સ્પષ્ટ છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.એન.વિધાલયના સંચાલક સુનીલચંદ્ર મોટકાએ કોરોનાની મુશ્કેલ ઘડીમાં જીવનશૈલીમાં પરિવર્તન કરીને સ્વસ્થય બાબતે જાગૃત બન્યા હતાં.

ડાયાબીટીશ હોવાથી જાગૃત રહેવુ પણ ખુબ જરૂરી હોય તેમણે જયારથી પ્રથમ લોકડાઉન આવ્યુ ત્યારે ઘરના તમામ સભ્યો વહેલી સવારે 5.30 વાગે ઉઠી જઇએ છીએ અને યોગા, પ્રાણાયામ સાથે કસરત પણ કરવા લાગ્યા છીએ. આજે કસરત મારા પરિવારની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. મારે સુગર હોય ઘરમાં જ દરરોજ 6 થી 7 કિમી સાયકલીંગ પણ કરૂ છુ. બહાર જમવાની જગ્યાએ ભોજનમાં સાદા ખોરાકની ટેવ પડી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો