લમ્પી વાયરસનો કહેર:વાયરસ ગામડાંથી નગરમાં અને હવે ગૌશાળામાં પ્રસર્યો, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

ધ્રાંગધ્રા/સાયલા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરમાં પશુઓમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રા શહેરમાં પશુઓમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે.
  • ધ્રાંગધ્રા નગરમાં 200 ગૌવંશને લમ્પી સાયલા તાલુકાના ચોરવીરાની ગૌશાળામાં 6 દિવસમાં 11 ગાયનાં મૃત્યુ થયા છે
  • છેલ્લા 2 મહિનાથી લમ્પી વાઈરસ

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વરસતા રાજ્યના અનેક જિલ્લા પ્રભાવિત થવા સાથે ગાયોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ત્યારે હવે આ વાઈરસ ગામડાંથી પ્રસરતો નગરમાં અને ગૌશાળામાં પણ પ્રસરી રહ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના કૌઢ અને આસપાસના ગામમાં છેલ્લા 2 મહિનાથી પશુઓમાં આ વાઈરસ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં 200થી વધુ પશુ આ વાઈરસની ઝપેટમાં
​​​​​​​
જે ધીરેધીરે હવે ધ્રાંગધ્રા શહેરના મયુરનગર, મફતિયાપરા, ખારી શેરી, કુંભારપરા, નરશીપરા સહિતના અનેક વિસ્તારમાં પ્રસરતા 200થી વધુ પશુ આ વાઈરસની ઝપેટમાં આ વ્યા છે. ઉપરાંત સાયલા તાલુકા ચોરવીરાના રામ ટેકરીની ગૌશાળામાં જ્યાં 175 ગાયો છે ત્યાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે. છેલ્લામાં 6 દિવસમાં 20 ગાયનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જિલ્લામાં પશુ ડોક્ટરો દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.

પશુ ડૉક્ટર, સ્થાનિક યુવાનો દ્વારા સારવાર ચાલી રહી છે
ધ્રાંગધ્રા તાલુકાના કોઢ અને આસપાસના ગામમાં 2 મહિનાથી પશુમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે. જે ધીરે ધીરે આસપાસના ગામો બાદ ધ્રાંગધ્રા શહેરમાં પ્રસરી રહ્યો છે. જેથી 200થી વધુ પશુમાં રોગ જોવા મળતા પશુ ડોક્ટરની ટીમ અને સ્થાનિક યુવાનોએ પશુઓની સારવારની કામગીરી હાથ ધરીહતી.

ધ્રાંગધ્રા શહેરના મયુરનગર મફતિયાપરા, ખારીશેરી, કુંભારપરા, નરશીપરા સહિત અનેક વિસ્તારમાં 200થી વધુ પશુમાં લમ્પી દેખાયા છે. નગરપાલિકા સભ્ય પરેશભાઈ રબારીએ જણાવ્યું કે ડોક્ટર સાથે વિસ્તારના યુવાનો દ્વારા પણ પશુઓની સારવાર શરૂ કરી છે. પશુ ડોકટર એચ.એન સોલંકીએ જણાવ્યું કે સારવાર ચાલુ છે.

સાયલા: 20થી વધુ ગાયો લમ્પી રોગની સારવાર હેઠળ, 20 ગામોનાં 50 પશુમાં લમ્પી રોગથી પશુપાલકો ચિંતિત

ચોરવીરાની ગૌશાળામાં 6 દિવસમાં 11 ગાયનાં મોત, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
સાયલા તાલુકામાં 20 ગામોના 50 પશુ લમ્પી રોગની સારવાર હેઠળ છે ત્યારે ચોરવીરા (થાન)ના રામ ટેકરીની 175 ગાય ધરાવતા ગૌશાળાની ગાયોમાં લમ્પી રોગની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 6 દિવસમાં 11 ગાયોના મોત અને 20 ગાયમાં લમ્પી રોગ જોવા મળી રહયો છે. ગાયના મોતના સમાચારથી પશુ ચિકત્સકની ટીમે વેકસીનની કામગીરી શરૂ કરી છે.
ગૌ શાળાના મહંત સગરામબાપુ 175 ગાયની સેવા ચાકરી કરી રહ્યા છે પરંતુ છેલ્લા 7 દિવસથી ગાયમાં લમ્પીના લક્ષણ જોવા મળતા હતા અને લમ્પી 35 ગાયમાં જોવા મળતા સગરામબાપુ પશુચિકત્સક માટે દોડધામ કરતા હતા. સાયલા પશુ ચિકત્સક ડો. ઘનશ્યામભાઇ ગોહીલે આજે 1 ગાયના મોતની જાણ થતા ડો. સંજયભાઇ લકુમ સહિતની ટીમે રસીકરણની કામગીરી શરૂ કરી હતી.

ડૉક્ટરોની ટીમ, 24 કલાક કન્ટ્રોલ રૂમ, હેલ્પ લાઈન ચાલુ કરાવો : માલધારી સેના
જિલ્લામાં લમ્પીના કેસ વધી રહ્યા હોવાથી પશુઓ ઝપેટમાં આવી રહ્યા છે. દૂધરેજ મંદિરના નાગરદાસ બાપુની આગેવાનીમાં સમસ્ત માલધારી સેનાના સતીષભાઇ ગમારા, પુનાભાઇ વકાતર સહિત સમાજના લોકોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી. ડોક્ટરોની ટીમ, 24 કલાક કન્ટ્રોલ રૂમ, હેલ્પલાઇન ચાલુ કરાવવા માગ કરી હતી.

4 ગાયને ઇન્જેકશન આપ્યા, 4 નું મોત થયું
જૂના ડોક્ટરનો નંબર બદલાયો. વાયા વાયા નંબર લીધો. 20ને અસર છે અને 11 જેવી ગાય મરી છે. અગાઉ ગામડેથી ડોકટર બોલાવતા અને ઇન્જેકશન મારે અને મરી જાય. 4 ઈન્જેક્શન માર્યા અને 4 મરી જવા પામી - મહંત સગરામબાપુ , રામટેકરી, ચોરવીરા, થાન

અન્ય સમાચારો પણ છે...