લમ્પી વાઈરસનો ફેલાવો:સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં લમ્પીએ દેખા દીધી, પશુપાલકોએ વહેલીતકે પશુઓનું રસીકરણ કરવાની માગ કરી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યનાં પંદરેક જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનાં કારણે અસંખ્ય અબોલ પશુઓના મોત થયા છે

લખતર તાલુકાના વણા ગામે એક વાછડીમાં લમ્પી વાયરસનાં લક્ષણો દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આથી ગ્રામજનો દ્વારા અબોલ પશુઓમાં તાત્કાલિક રસીકરણની માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગરમાં લમ્પી વાઈરસનો ફે્લાવો
ગુજરાત રાજ્યનાં પંદરેક જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનાં કારણે અસંખ્ય અબોલ પશુઓના મોત થયા છે. ત્યારે દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં વ્યાપક વાયરસનો કહેર ફેલાયેલો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ધ્રાંગધ્રામાં પણ અબોલ પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયેલો છે.

લખતર તાલુકામાં લમ્પીનો કેસ નોંધાયો
ત્યારે હવે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં પણ લમ્પી વાયરસે દેખા દીધી છે. અને તાલુકાના વણા ગામમાં લમ્પી વાયરસનો કેસ જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામનાં એક નાગરિકને વાછડીમાં લમ્પી વાયરસના લક્ષણ જોવા મળતા તેઓએ પશુ વિભાગના ડોકટરને જાણ કરતા લખતર પશુધન નિરીક્ષક ટી.ઓ.મલેક તથા ઇન્ચાર્જ વેટરનરી ડો.અશોક રાઠોડ તાકીદે વણા ગામેં પહોંચી ગયા હતા.અને તેઓએ લમ્પી વાયરસ હોવાની પુષ્ટિ કરી તાકીદે સારવાર આરંભી હતી.

આગામી સમયમાં લખતર પંથકના ગામકમા તાકીદે અબોલ પશુઓમાં રસીકરણ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. આથી આ લમ્પી વાયરસને લખતર પંથકના પશુઓમાં વધતો અટકાવી શકાય. ત્યારે હવે, લખતરના વણા ગામે લમ્પી વાયરસે દેખા દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...