તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:પાટડી ખાતે પાટીદાર સમાજના સ્મશાનમાં લાકડાનો જથ્થો ખૂટી પડતા સહાયની સરવાણી વહી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
પાટડી ખાતે પાટીદાર સમાજના સ્મશાનમાં લાકડાનો જથ્થો ખૂટી પડતા સહાયની સરવાણી વહી
 • સેવાભાવી લોકોએ ટ્રકો ભરીને લાકડા દાનમાં આપ્યા

હાલના સંજોગોમાં કોરોનો મહામારી ચાલી રહી છે. ત્યારે પાટડી ખાતે પાટીદાર સમાજના સ્મશાનમાં કોઈ પણ સમાજના વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હોય કે આજુબાજુના ગામડાના કોરોના પોઝિટિવ દર્દી અકાળે મોતને ભેટે તેમને અગ્નિદાહ કરવા માટે નિણૅય લેવામાં આવેલો છે. તે સંજોગોમાં મૃતકોની સંખ્યા વધી જતાં સ્મશાનમાં અગ્નિદાહ કરવા માટે લાકડા ખૂટી જતાં પાટડી નગરના સેવાભાવી વ્યક્તિઓએ ટ્રકો ભરીને લાકડા આપી સહાયની સરવાણી વહેવડાવી હતી.

એક મહિનામાં કોરોનાના 40થી વધુ દર્દીઓ અકાળે મોતને ભેટ્યા

કોરોનાની બીજી અને ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય પથંકના લોકોને બાનમાં લીધા છે. ગ્રામ્ય પથંકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાતા હાલમાં સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો કોરોનાના દર્દીઓથી ઉભરાયેલી નજરે પડી રહી છે. જેમાં કોરોનાના અનેક દર્દીઓ રેમડેસિવિર ઇન્જેક્શનની સાથે ઓક્સિજનની સુવિધા ન મળતા આવા દર્દીઓનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતા દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. એકમાત્ર પાટડી પથંકમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 40થી વધુ દર્દીઓ અકાળે મોતને ભેટવાના બનાવો બનવા પામ્યાં છે.

લોકોએ ટ્રકો ભરીને લાકડાની સેવા આપી માનવતાની મહેક પ્રસરાવી

ત્યારે પાટડી ખાતે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજના સ્મશાનમાં કોઈપણ સમાજના વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે આજુબાજુના ગામડાના કોરોના પોઝિટિવ દર્દીનું અકાળે મોત નિપજ્યું હોય તેમને અગ્નિદાહ કરવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવા કપરા સંજોગોમાં મૃતકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી જતાં સ્મશાનમાં અગ્નિદાહ કરવા માટે લાકડા ખૂટી ગયા હતા. આથી પાટડી પાટીદાર સમાજની વિનંતીને ધ્યાનમાં રાખીને પાટડી નગરના સેવાભાવી લોકોએ ટ્રકો ભરીને લાકડાની સેવા આપી માનવતાની મહેક પ્રસરાવી છે.

સ્મશાનગૃહમાં લાકડાનો ભરાવો થતાં લોકોને લાકડા ન મોકલવા અપીલ

આ અંગે પાટડી પાટીદાર સમાજના વિજયભાઇ દેસાઇએ જણાવ્યું કે, કોરોના કપરા સમયગાળામાં દરેક સમાજના લોકોને અહીં અગ્નિદાહ આપવાની પરવાનગી આપ્યા બાદ અહીં અગ્નિદાહ માટે આવતા મૃતકોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાતા લોકોને દાનમાં લાકડા આપવાની અપીલ કરવાની સાથે અનેક લોકોએ ટ્રકો ભરીને પાટડી પાટીદાર સમાજના સ્મશાનગૃહમાં મોકલી આપતા સ્મશાનગૃહમાં લાકડાનો ભરાવો થતાં લોકોને લાકડા ન મોકલવા અને અન્ય સમાજના સ્મશાનગૃહોને પાટડી પાટીદાર સમાજના સ્મશાનગૃહમાંથી લાકડા લઇ જવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો