રજૂઆત:ખેરાળી ગામે ગેરકાયદે રીતે બંધ કરેલા પાણીના વેણને ખુલ્લું કરવા લોકમાગ

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી
  • જો વેણ ખુલ્લું ન થાય તો નિકાલ ન થયેલુ પાણી લોકોનાં ઘર સુધી પહોંચવાની ભીતિ

વઢવાણના ખેરાળી ગામે આવેલા તળાવ સુધી પાણી લઇ જતા વેણને ગેરકાયદેસર રીતે બંધ કરાયુ હતુ.આથી કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી ગ્રામજનોએ ખુલ્લુ મુકવા માંગ કરી હતી.જો ખુલ્લુ ન મુકાયતો ચોમાસમાં લોકોના ઘર પાણીમાં ડુબવાની ભીતી હોવાથી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં રામજીભાઇ, લાભુભાઇ,મહેશભાઇ સહિત ખેરાળીના ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ ગામતળની જમીનમાં 150 લોકોને સરકારે 100 ચોવારના પ્લોટ ફાળવ્યા છે.જેમાં હાલ તેઓ મકાન બનાવી પરીવાર સાથે વસવાટ કરે છે.આજુબાજુ બીજા પણ મકાન આવેલા છે.

એમ કુલ 500થી વધુ લોકો અહીં વસવાટ કરે છે.આ ગામતળ જમીન વચ્ચે વર્ષો જુનુ ખેરાળ ગામના તળાવનું વેણ આવેલુ છે.જેમાં ચોમાસા દરમિયાન તળાવ ઓવરફ્લો થાય ત્યારે વધારાનું પાણી તથા વિસ્તારનું પાણી વેણ મારફત ભોગાવોનદીમાં નિકાલની વર્ષોથી વ્યવસ્થા હતી.

આ વેણ બંધ થાય તો વરસાદનું પાણી નિકાલ ન થતા સરકારે ફાળવેલા પ્લોટમાં રહેતા લોકોના ઘરમાં ફરીવળે અને ઘર ડુબવાની ભીતી રહે છે.આથી આ કુદરતી વેણને બંધ કરનાર શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવા અને અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...