સુરેન્દ્રનગરમાં ત્રીવેણી પાર્ટીપ્લોટના લોકાર્પણ- આશીર્વચન-બ્રહ્મચોર્યાસી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ પ્રસંગે પાર્ટી પ્લોટ જરૂરીયાતમંદોના સમુહ લગ્નોત્સવ અને સમુહયજ્ઞો પવિત માટે નિશુલ્ક અપાશેનું જાહેરકરાયુ હતુ.
દુધરેજ રોડ ખાતે શનિવારના રોજ ત્રિવેણી પાર્ટી પ્લોટના ઉદઘાટન પ્રસંગે ત્રિવેણી કાર્યક્રમ યોજાયા હતા.જેમાં લોકાર્પણ સાથે દર વર્ષે 101 જરૂરીયાત મંદ ભુદેવ પરીવારના સમુહ લગ્ન અને 101 ભુદેવ બટુકોને સમુહ યજ્ઞો પવિત માટે નિકુલ્ક આપવા માટે જાહેર કરાયુ હતુ.આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ઉપસ્થિત લોકોને જણાવ્યુ કે સમાની એકતા તેમના વિચારોમાં હોય છે કોઇ વ્યક્તી પૈસા કમાઇ સમાજને ઉપયયોગી કલ્યાણ કાર્યમાં આપવા જોઇએ જ્યારે અગ્નીના ઉદાહરણથી સમાજ એકતા માટે જણાવ્યુ કે અગ્ની સળગાવવો અને પ્રગટાવવોએ બંન્ને માં ફરક છે.
યજ્ઞનું કામ માટે અગ્નીને પ્રગટાવ્યો કહેવાય કેમકે તે એક કરવાનું કાર્ય કરે છે. બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરાતા લોકોએ લાભ લીધો હતો. વડવાળા દુધરેજ ધામના મહંત કનીરામબાપુ, ડો.જગદીશભાઇ ત્રિવેદી, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય સહિત સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર બ્રહ્મસમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.