તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સુરેન્દ્રનગરના થાનગઢમાં ગટરોનું પ્રદુષિત પાણી ઉભરાતાં સ્થાનિકમાં રોષ, પાલિકાની ઓફિસે હલાબોલ કર્યો

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના થાનગઢમાં ગટરોનું પ્રદુષિત પાણી ઉભરાતાં સ્થાનિકમાં રોષ, પાલિકાની ઓફિસે હલાબોલ કર્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગરના થાનગઢમાં ગટરોનું પ્રદુષિત પાણી ઉભરાતાં સ્થાનિકમાં રોષ, પાલિકાની ઓફિસે હલાબોલ કર્યો
  • સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે અવાર નવાર ભુગર્ભ ગટર ઉભરાતી હોવાથી વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય સર્જાતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે. ભુગર્ભ ગટરની સમસ્યાને લઈને ત્યાંની મહીલાઓ અને પુરુષો રજુઆત કરવાં પાલિકા ગયાં તો ખરાં પણ ત્યા પ્રમુખ કે અન્ય સભ્ય કે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

ભુગર્ભ ગટરોનું પ્રદુષિત પાણી છલકાતા બે બે ફૂટ પાણી ભરાયાં રહેતા હોવાથી વિસ્તારમાં મચ્છરોનો પણ ત્રાસ વધું હોવાથી બાળકો પણ બીમાર રહેતા હોવાનો કર્યો રહીશોએ આક્ષેપ કરીરોષે ભરાયેલી મહીલાએ એવું જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ત્રણ વર્ષથી પાલિકાના સભ્ય ચુટાઈ આવ્યા છે પણ અમે તેવોને પાંચસો વાર રજુઆત કરવાં છતાં પણ સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો.

અમે પાલિકાએ કલાકોથી રજુઆત કરવાં માટે આવ્યા છીએ પણ અમને કોઈ જવાબ પણ આપતું નથીં અને કોઈ અધિકારીઓ, પ્રમુખ, સદરસ્ય કોઈ હાજર ન રહેતા હોય તેવો બળાપો ઠલવાતાં આક્ષેપો કર્યા હતા અનેને રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...