તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ ગરમાયું:સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ટીપી કમિટીના ચેરમેન પદ માટે લોબિંગ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન પાસ કરવાની સત્તા પાલિકાને સોંપાયા બાદ શાસક ભાજપનું રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ભાજપે સત્તા સંભાળીને વહીવટનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે શહેરના વિકાસ માટેના પ્લાન પાસ કરવાની સત્તા જે સ્વુડા પાસે હતી. તે સત્તા હવે પાલિકાને સોપવામાં આવી છે. ત્યારે ટીપી કમિટીના ચેરમેન પદ માટે ભાજપના સદસ્યોમાં હોડ લાગી છે અને આ માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુક્ત પાલિકાનો દરજજો આપ્યા બાદ પહેલી ચૂંટણીમાં જ ભાજપે કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો. જેમાં 52માંથી 49 બેઠક સર કરીને ભાજપે બહુમતી સાથે સત્તા સંભાળઈ હતી. જેમાં 2 પાલિકાના સદસ્યોને એક કરીને ચેરમેન પદ આપવાના હોય થોડી ગડમથલ સર્જાઇ હતી.પરંતુ અંતે પક્ષના મોવડી મંડળે ચેરમેનોના નામ જાહેર કર્યા બાદ સદસ્યોની નારાજગીનો મામલો થાળે પાડી દીધો હતો. ત્યારે અત્યાર સુધી શહેરમાં મકાન, દુકાન સહિતના થતા કામોના પ્લાન પાસ કરવાની સત્તા જે સ્વુડા પાસે હતી તે સત્તા હવે પાલિકાને સોપી દેવાઈ છે. આથી પાલિકાને હવે ટીપી કમિટીના નવા ચેરમેનની વરણી કરવી પડશે. તો સદસ્યો સારું અને મલાઇદાર ખાતું મેળવવા માટે દોડતા થઇ ગયા છે.

જેમાં ખાસ કરીને જે સદસ્યોને પક્ષે ચેરમેન પદ આપી દીધું છે તે હવે ટીપીનું ચેરમેનપદ માગી શકે તેમ નથી. છતાં કટેલાક સદસ્યો પોતાનું હાલનું ચેરમેન પદ પાછું આપી ટીપીના ચેરમેન બનવા માટે તૈયાર થઇ ગયા છે. તો બીજી બાજુ જે સદસ્યોનું કદ મોટુ હતું. પરંતુ ભાજપના મોવડીમંડળે એનકેન પ્રકારે ચેરમેન પદ નથી આપ્યું તેવા સદસ્યો હવે ફરી મેદાનમાં આવી ગયા છે અને ટીપીના ચેરમેન બનવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. જો કે પાલિકાની આ બોડી પારર્દક વહીવટ કરવાની વાતો કરે છે તો ટીપીમાં એવા કયા સદસ્યને ચેરમેન બનાવવા કે જે પારદર્શક વહીવટ કરે આ મુદો પણ પક્ષમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સ્વુડામાં પ્લાન પાસ કરવાનો 5 હજાર ભાવ હતો
સ્વુડામાં પ્લાન પાસ કરવાના એક દુકાન કે મકાનના રૂ.5 હજાર ભાવ નકકી હતો. તેમાં જે લોકો પોતાના રહેવા માટે ઘર બનાવતા હતા તેમની પાસેથી આ રકમ લેવામાં આવતી ન હતી. હવે પ્લાન પાસ કરવાની સત્તા પાલિકાને સોપાઇ છે ત્યારે પાલિકા શું ભાવ નકકી કરશે?

કમિટી બનાવશે તો પાલિકાનો ભાવ વધવાની બિલ્ડરોને ચિંતા
અગાઉ જ્યારે પ્લાન પાસ કરવાની સત્તા હતી ત્યારે પાલિકાનો ભાવ પણ રૂ.5 હજાર જ હતો. તે સમયે પાલિકા ટીપી કમીટી બનાવીને કામ કરતી હતી. આ વખતે પાલિકા કમીટી ન બનાવે અને માત્ર ચેરમેનથી કામ ચાલુ રાખે તો ભાવ યથાવત રહી શકે છે. જો કમીટી બનાવે તો ભાવ વધવાની બિલ્ડર લોબીમાં ચિંતા છે.

પાલિકાને વર્ષે 60થી 70 લાખની આવક વધશે
પહેલા પાલિકા પાસે જયારે ટીપી કમીટીની સત્તા હતી ત્યારે ફીન સારી આવક થતી હતી.1912માં આ સત્તા સ્વુડાને સોપવામાં આવી ત્યારથી લઇને અત્યાર સુધીમાં પ્લાન પાસ કરવાની ફી પેટે રૂ.12 કરોડ જેટલી આવક થઇ છે. જેમાં હવે પાલિકામાં પ્લાન પાસ થવાના હોય પાલિકાની આવકમાં વર્ષે 60 થી 70 લાખનો વધારો થઇ શકે છે. જે રકમ શહેરના વિકાસમાં વપરાશે.

અન્ય સમાચારો પણ છે...