સુરેન્દ્રનગરના વિવિધ નિગમોમાં ફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારીઓને હાલ 1000થી 1700 પેન્શન અપાઇ રહ્યુ છે.જે હાલના મોંઘવારીના યુગમાં ઘર ચલાવવુ મુશ્કેલ બન્યુ હતુ. આથી નિવૃત કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ધસી આવી લેખિત રજૂઆત કરી હતી.જેમાં પુરતુ પેન્શન ચુકવવામાં આવે તેવી માંગ કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના એસ.ટી નીગમ, ડેરી નીગમ, પીજીવીસીએલ નીગમ સહિત વિવિધ નિગમોમાંથી નિવૃત થયેલા કર્મચારીઓને હાલ 1200થી 1500 રૂપીયા જેટલુ પેન્શન ચુકવવામાં આવે છે.જેમાં પરીવારનું વહન કરવુ મુશ્કેલ રૂપ થયુ છે.
આથી નિવૃત એસટીકર્મી હનીફભાઇ બેલીમ, ગીરીરાજસિંહ ઝાલા, જી.એલ.મકવાણા, રતીલાલ પટેલ સહિત કલેક્ટર કચેરીએ ધસી બેનરસાથે ધસી જઇ સુત્રોચ્ચાર સાથે લેખિત રજૂઆત કરી હતી.માં જણાવ્ય હતુ કે રાજ્યના કર્મચારીઓના પગારમાંથી દર મહિને પેન્શનની રકમ કપાતી હત.જેના કરોડો રૂપીયા સરકારના પેન્શન વિભાગમાં જમા થયા છે.
હાલ સરકા એસ.ટી નિગમ ડેરી નિગમ અને પી.જી.વી.સી.એલ નિગમ ના નિવૃત્ત કર્મચારીઓ ને સરકાર ફક્ત 1000 થી લઈ 1700 સુધી પેશન્સ ચૂકવે છે.આજ ના મોંઘવારી ના સમયે ટૂંકા પેન્શન માં જીવન ધોરણ ચલાવું પણ આ નિવૃત્ત કર્મચારીઓ ને કઠિન બન્યું છે.આથી તાત્કાલિક પૂરતું પેન્શન ચૂકવવામાં આવે તેવી પણ માગ નિવૃત્ત નિગમ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.