દારૂની હેરાફેરી:લીંબડી-બગોદરા હાઇવે પરની હોટલ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, 3.70 લાખનો મુદામાલ કબ્જે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂની 720 બોટલો સહિત 3.70 લાખનો મુદામાલ કબ્જે લીધો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બગોદરા હાઇવે પરની હોટલ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. જેમાં પોલીસે દારૂની 720 બોટલો સહિત 3.70 લાખનો મુદામાલ કબ્જે લઇ લીંબડીના શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

3.70 લાખનો મુદ્દામાલ કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બગોદરા હાઇવે પરની હોટલ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. જેથી પોલીસે દારૂની 720 બોટલ સહિત પોલીસે રૂ. 3.70 લાખનો મુદ્દામાલ કબજે કરી લીંબડીના શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ જિલ્લાના હાઈવે પર દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે બગોદરા પોલીસે બાતમીના આધારે રોયકા ચોકડી પાસે આવેલી મુર્લીધર હોટેલના કંપાઉન્ડમાં પડેલી કારમાંથી વિદેશી દારૂની 720 બોટલ ઝડપી પાડી હતી.

આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
ઝડપાયેલા દારૂની કિંમત રૂ. એક લાખ વીસ હજાર થાય છે. તથા અઢી લાખની કાર સહિત કુલ ત્રણ લાખ સીત્તેર હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારની તપાસ કરતા આરટીઓ પાર્સીગની સાચા નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા લીબડીના રાજૂ ખોજાની કાર હેવાનું અને તે બગોદરા ગામનો ભાણો હોવાનું અનેે કાર સહિતનો મુદામાલ તેનો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...