તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજે એક યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવાયું, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજે એક યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવાયું, લાગણીસભર દ્રશ્યો સર્જાયા - Divya Bhaskar
લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજે એક યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવાયું, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
  • રસ્તા પરથી મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સંસ્થામાં રાખવામા આવી હતી
  • સંસ્થા દ્વારા સારવાર કરવામા આવતા યુવતીની યાદદાસ્ત પરત આવી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક બહેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ ત્યારે હ્રદયદ્વારક દ્રશ્યો સર્જાયા હતા. લીંબડીના ડીવાયએસપી તથા પોલિસ સ્ટાફ તથા ત્યાંના સ્થાનિક પત્રકારોની મદદથી આ બેનને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવેલા હતા.

લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજનબેન વિપુલભાઈ ધોળકિયા જે છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતા. આ બેન લીંબડી ખાતે હતા ત્યાંથી લીંબડીના ડીવાયએસપી તથા પોલિસ સ્ટાફ તથા ત્યાંના સ્થાનિક પત્રકારોની મદદથી આ બેનને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવેલા હતા. જયારે આ બેન સંસ્થામાં આવ્યા ત્યારે તે બેહોશ હાલતમાં હતા. જે સ્થળેથી લાવવામાં આવ્યા તે સ્થળે તેમણે કપડાં પણ પહેર્યા ન હતા અને વ્યવસ્થિત કપડાં પહેરાવીને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા.

સંસ્થા દ્વારા તેમની દવા શરુ કરવામાં આવી હતી. અને તેમને થોડી થોડી રિકવરી આવતી ગઈ અને તેમણે જણાવ્યું કે તેમના પતિનું નામ વિપુલભાઈ છે જે સુરત રહે છે. તેને 5-7 વર્ષનો દીકરો પણ છે અને ભાઈ છે વસંતભાઈ જે મહારાષ્ટ્રના અકોલા ગામમા રહે છે.અને તાત્કાલિક ધોરણે તેના પરિવારની શોધ કરવામાં આવી અને તેના પતિ, દીકરો અને તેના ભાઈ તેને લેવા માટે સંસ્થામાં આવ્યા અને રંજનબેનને જોઈ આંખો ભરાઈ આવી અને પરિવાર મળતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી. જ્યારે વિપુલભાઈએ સંસ્થાનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...