આશીર્વાદરૂપ 108:લીંબડી-બગોદરા 108 એમ્બ્યુલન્સ ટીમ સગર્ભા માતા અને નવજાત બાળક માટે વરદાનરૂપ સાબિત થઈ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • બગોદરા 108 ટીમે ટ્રાફિકમાં જ એમ્બ્યુલન્સમાં સફળ ઙિલિવરી કરાવી
  • આ ગર્ભવતી મહિલાએ લોહી ટકાવારી બહુજ ઓછી એટલે કે માત્ર 6% ટકા હતી

લીંબડી બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ઙોકટરના અભાવના કારણે આજ રોજ 30 વર્ષિય દર્દી પ્રેમિલાબેન વિક્રમભાઈ મકવાણા જેમની લોહી ટકાવારી બહુજ ઓછી એટલે કે માત્ર 6% ટકા હતી અને દર્દીને અસહ્ય પ્રસૂતિ પીડાનો દુ:ખાવો ઉપડતા તેમણે સોલા સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. ત્યારે રસ્તામાં માતાને અસહ્ય પ્રસુતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભા માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

એમ્બ્યુલન્સમાં સફળ ઙિલિવરી કરાવી
ઈ.એમ.ટી. હિંમત ચાવડા અને પાયલોટ નિખિલભાઈ ખેર પોતાની સુઝબુઝથી રસ્તામાં સનાથલથી ઉજાલા બ્રિજ પર જ ડીલેવરી કરાવાની ફરજ પડતા બગોદરા 108 ટીમે ટ્રાફિકમાં જ એમ્બ્યુલન્સમાં સફળ ઙિલિવરી કરાવી હતી. ત્યાર બાદ ઈ.આર.સી.પી. ગાયનેકોલોજિસ્ટની સલાહ સુચનથી જરુરી પ્રાથમિક સારવાર આપી માતા અને નવજાત બાળકની જીંદગી બચાવી તે બદલ વિક્રમભાઈએ 108 એમ્બુલન્સ સ્ટાફનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો.

અન્ય સમાચારો પણ છે...