મોટી દુર્ઘટના ટળી:લીંબડી-અમદાવાદ હાઇવે કાર પલટી, સદનસીબે જાનહાનિ ટળી, ડ્રાઇવર સહિત પાંચને ઇજા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. અને હાલમાં ઘણા લાંબા સમયથી આ હાઇવે ઉપર સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી હોવાના કારણે અવારનવાર ડ્રાઈવરો અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મીઠાપુર અને જનસાળી ગામના પાટીયાની પાસે પૂરપાટ ઝડપે જતી કારના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઈ હતી.

આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ એક બાળક અને ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓને ઈજા થવા પામી છે. ત્યારે પાંચેય વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અસરે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાણશીણા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...