તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇલાજ જરૂરી:ધૈર્યરાજની જેમ જૂનાગઢના બે માસના વિવાનને પણ ભયંકર બીમારી, પાટડીના યુવાનો ઉધરાવી રહ્યાં છે ફાળો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધૈર્યરાજની જેમ જૂનાગઢના બે માસના વિવાનને પણ ભયંકર બીમારી, પાટડીના યુવાનો ઉધરાવી રહ્યાં છે ફાળો - Divya Bhaskar
ધૈર્યરાજની જેમ જૂનાગઢના બે માસના વિવાનને પણ ભયંકર બીમારી, પાટડીના યુવાનો ઉધરાવી રહ્યાં છે ફાળો
  • વિવાનને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ભયંકર બીમારી છે
  • આ બીમારીના ઇલાજ માટે રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર

પાટડી તાલુકાના નવયુવાનો દ્વારા વિવાન અશોકભાઇ વાઢેર જે જૂનાગઢના રહેવાસી છે. એને ધૈર્યરાજની જેમ જ બીમારીથી પીડાઇ રહ્યોં છે. જેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ભયંકર બીમારી છે. જે બીમારીના ઇલાજ માટે રૂ. 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. પાટડી તાલુકાના યુવાનો દ્વારા માલવણ ટોલટેક્ષ ખાતે બેનરો સાથે ઉભા રહી ફાળો ઉઘરાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યાં છે.

પાટડી તાલુકાના માલવણ ચોકડી ટોલટેક્સ પર સેવાભાવી કાર્ય કરતા યુવાનો વિવાનને વ્હારે આવ્યા છે. યુવા કાર્યકરો વિવાન કોડીનાર તાલુકાના અલીદર ગામના 2 માસના વિવાનને કુદરતી બીમારી સ્પાઈનાર મસ્કીયુલર એટરોફીની બીમારીથી પીડાતો હોવાથી એને પણ ધૈર્યરાજની 16 કરોડના ઇન્જેક્શનની જરૂર હોવાથી માલવણ ટોલટેક્સ પાસે લોકો મદદ માટે ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

યુવા કાંતિભાઈ રાઠોડ, અશ્વિનભાઈ કીર્તિકુમાર રાઠોડ, દિનેશભાઇ શાંતિલાલ રાઠોડ સહિતના સામાજિક કાર્યકરો અને સમગ્ર ખેરવા, માલવણ અને ધ્રાંગધ્રાના યુવાનો મદદ માટે આગળ આવ્યા છે.

આ યુવાનો માલવણ ટોલટેક્ષ પાસે બેનરો સાથે ઉભા રહી અને વિવાન માટે ફાળો ઉઘરાવી અને કારચાલકો અને વાહનચાલકોને બની શકે એટલી મદદ કરવા વિનંતી કરી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યોં છે. જે વિવાનને મદદ કરતા ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો. ત્યારે પાટડી પથંકના આ નવયુવાનો આ જમાનામાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે. અને જ્યાં જ્યાં ગુજરાતીને જરૂર પડે ત્યાં મદદ કરવા માટે સૌથી પહેલા આગળ હોય એક ગુજરાતી માણસ એ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...