તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:3 વર્ષથી બંધ પડેલી વઢવાણ યાર્ડ ચોકડી સુધીની લાઇટો ચાલુ કરાઇ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરાઈ

વઢવાણની શ્રદ્ધા હોટલથી લઇને વઢવાણ એપીએમસીની ચોકડી સુધીના વીજપોલની તમામ લાઇટો ત્રણ વર્ષથી બંધ હતી. જેને લઇને પાલિકાની ટીમો દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ ખોદીને 16 જેટલા થાંભલાઓની લાઈટો ચાલુ કરી દેવામાં આવી હતી.

વઢવાણ શહેરના અનેક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર અંધારપટ્ટની બૂમરાણો ઉઠી રહી છે. તેમાંય ખાસ કરીને વઢવાણ શ્રધ્ધા હોટલથી લઇને વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચોકડી સુધીમાં આવેલા વીજપોલોની લાઈટો તો છેલ્લા ત્રણ વર્ષથી બંધ હતી. જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર -દૂધરેજ-વઢવાણ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ચીફઓફિસર સંજયભાઈ પંડયા, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, લાઇટીંગ વિભાગના ચેરમેન દક્ષાબેન લક્ષ્મણભાઈ પરમારની સૂચનાથી કામગીરી કરવામાં આવી હતી. પરિણામે સુખદેવસિંહ ઝાલા, ત્રિભોવનભાઈ જોષી,એલઇડી લાઇટ્સ મેઇન્ટેનન્સના કોન્ટ્રાકટર વિજયસિંહ ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા રાત્રિના સમયે ત્રણ વર્ષથી બંધ પડેલી આ લાઇટો માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ ખોદીને વાયર નવો નાંખી લાઇટો ચાલુ કરવામાં આવી હતી. આ માર્ગ પર 16 જેટલા વીજપોલમા 32 જેટલી એલઇડી લાઇટો ઝળહળતી કરાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. બીજી તરફ અમુખ વિસ્તારોમાં રાત્રે અંધારૂ રહેતા અને દિવસે અંજવાળુ રહેતા પણ લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતુ. ત્યારે અંગે તંત્રે જણાવ્યું કે, દિવસ દરમિયાન લાઇટોનું કામ ચાલુ હોવાથી કદાચ લાઇટો ચાલુ હોય તેવુ બની શકે.

અન્ય સમાચારો પણ છે...