અકસ્માતનો ભય:સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલથી કેનાલ તરફની લાઇટો બંધ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુલ પર લાઇટો બંધ રહેવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. તસવીર-પ્રવીણ સોલંકી - Divya Bhaskar
પુલ પર લાઇટો બંધ રહેવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. તસવીર-પ્રવીણ સોલંકી
  • ઇમરજન્સીમાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવતા હોવાથી વાહનોની ભીડ વધુ રહે છે

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલથી દૂધરેજ તરફ રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર ખુબ જ રહે છે. ત્યારે આ ઢાળ અને પુલ પરની કેટલાક વીજપોલની લાઇટ બંધ હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરની ટીબી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે. આ ઉપરાંત દૂધરેજ સહિતના સ્થળોએ જવા માટે આ હોસ્પિટલની બહારના ઢાળથી પુલ પર પણ દિવસે દિવસે રાહદારીઓ અને વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. અને પુલ નીચેથી પણ નર્મદા કેનાલ પસાર થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા અને પુલ ઉપરની લાઇટો બંધ હોવાની રાવ ઉઠી છે.

આ અંગે સુનીલભાઈ જી.રાઠોડે જણાવ્યું કે, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના ગામો તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે. અકસ્માતો સહિતના બનાવોને લઇને મોટાભાગે સારવાર માટે આ હોસ્પિટલે દર્દીઓને લાવવામાં આવે છે. ત્યારે ટીબી હોસ્પિટલના ઢાળ ચડતા અને ઉતરતા તેમજ પુલ પર કેટલાક વીજપોલની લાઇટો બંધ હોવાથી રાત્રિના સમયે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય ફેલાયો છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તા પર કોઇ દૂર્ઘટના થાય તે પહેલા આ બંધ લાઇટો ચાલુ કરાવે તેવી લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...