દુર્ઘટના:વઢવાણ કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમમાં વીજળી પડી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરતીના સમયે ધુણા પર ત્રાટકતા દોડધામ મચી હતી
  • વીજ ઉપકરણોને નુકસાન : જાનહાનિ ન થતાં હાશકારો

મારે અને મોતને પંદર ફુટ છેટુ રહી ગયું આ શબ્દો છે નેવું વર્ષના પૂરી બહેનના. મૂળ વઢવાણ તાલુકાના બાળા ગામના અને છેલ્લા દસ વર્ષથી વઢવાણ કોઠારીયા માર્ગ પર આવેલા રામ રણુજા આશ્રમમાં પુરીબેન લક્ષ્મણભાઇ કમેજળીયા રહે છે. બુધવારે આશ્રમમાં સાંજના સમયે મહાદેવજીની અને રામાપીરની આરતી ચાલુ હતી. ત્યારે એકાએક કડાકા સાથે આકાશમાંથી પડેલી વીજળી આશ્રમમાં રહેલા ધુણા સાથે અથડાઇ હતી. જેથી વીજબોર્ડ અને વાયરો બળી ગયા હતા. આ ઉપરાંત ધુણા પર ચડવા દાદરો છે તેની સાથે સ્ટીલનો કઠોડો જર્જરિત અને દિવાલ પર પોપડા ખરી પડયા હતા. આ અંગે કોઠારીયા ગામન‍ા કાનજીભાઇ રાજપુતે જણાવ્યુ કે, માજીને હું રૂબરૂ મળ્યો હતો ‍તેમણે જણાવ્યુ કે અગાઉ 30 વર્ષ પહેલા બાળા ગામના ખેતરે હતા ત્યારે અણીદ્રાના રસ્તા પર વીજળી પડતા મે નજરે જોઇ હતી. જયારે આશ્રમનાં લાભુગીરીબાપુએ જણાવ્યુ કે જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...