સુરેન્દ્રનગરમાં શુક્રવારે મોડી સાંજે વંટોળ ઊઠ્યો હતો. ત્યારબાદ વીજળી સાથે જોરદાર વરસાદની પધરામણી થઈ હતી. ત્યારે લીંબડી તાલુકામાં ગત રાત્રે ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શિયાણી ગામે રહેણાંકના મકાનમાં વીજળી ત્રાટકતાં ગાદલાં ગોદડા તેમજ અન્ય ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. લીંબડી તાલુકામાં ભારે પવન, વીજળીના કડકા ભડકા સાથે વરસાદ વરસ્યો હતો.
જ્યારે શિયાણી ગામે દરબાર ફળીમા રહેતા અનિરૂદ્ધસિહ મનુભા ઝાલાના મકાન ઉપર વીજળી ત્રાટકતાં ગાદલાં ગોદડા તેમજ અન્ય ઘરવખરી બળી જવા પામી હતી. ઢોર ઢાંખર કે કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ ન હતી. આ અંગેની જાણ થતાં તાત્કાલિક અસરથી શિયાણી ગામના તલાટી હરપાલસિંહ ચૌહાણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગેનો રિપોર્ટ લીંબડી તાલુકા પંચાયત કચેરીને સોંપ્યો હતો.
હળવદ તાલુકાના દિઘડીયા ભલગામડા સાપકડા સુસવાવ. ધનાળા. ચુપણી સહિતના ગામોમાં શુક્રવારે બપોર બાદ સાંજે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું. જ્યારે સમી સાંજે આકાશમાં વાદળોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયા સાથે વરસાદ થયો હતો.આ વરસાદના કારણે લોકોમાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
સુરેન્દ્રનગર શહેરમાં શુક્વારે સવારથી જ પવનની ગતી ઘટીના કલાકના 4 કિમીની થઇ ગઇ હતી.જયારે ગરમી 27.8 થી 40.8 સુધી પહોચી ગઇ હતી. પવનની ગતી ઘટતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા થઇ ગયુ હતુ. જયારે આકાશમાં વાદળો છવાઇ ગયા હતા.મોડી સાંજના સમયે ફુંકાયેલા પવનને કારણે ધુડની ડમરીઓ ઉડી હતી. શનીવારે પણ પવન સાથે વરસાદી ઝાપટા પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.