જાનહાની ટળી:હળવદના ભલગામડાની સીમમાં વગર વરસાદે વીજળી ત્રાટકી, બાવળના ઝાડને ફાડી નાખ્યું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
હળવદના ભલગામડાની સીમમાં વગર વરસાદે વીજળી ત્રાટકી, બાવળના ઝાડને ફાડી નાખ્યું
  • વીજળી પડતા સદભાગ્યે જાનહાની થઇ નથી

હળવદના ભલગામડા ગામે સાંજના છ વાગ્યાના અરસામાં વગર વરસાદે અચાનક જ ખેડૂતના ખેતરમાં બાવળના ઝાડ ઉપર ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. જો કે આ સમયે ખેડૂત થોડા દૂર કામ કરી રહ્યાં હતા. તો સદભાગ્યે જાનહાની ટળી હતી. પરંતુ પ્રચંડ વીજળીએ બાવળનું ઝાડ ફાડી નાખ્યું હતું.

ઘટનાથી ખેડૂત સ્તબ્ધ બની ગયા

ગઇકાલે સાંજના છ વાગ્યા બાદ હળવદથી નવ કિલોમીટર દૂર ભલગામડા ગામની સીમમાં અચાનક જ વાદળોની જમાવટ થતા ગળગળાટ બાદ તભાભાઈ છગનભાઇ સરાવાડિયા નામના ખેડૂતના ખેતરમાં ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. પ્રચંડ વીજળી ત્રાટકી એ સમયે ખેડૂત ખેતરમાં જ કામ કરી રહ્યાં હતા. પરંતુ સદભાગ્યે તેઓ ઝાડથી દૂર હોય કોઈ ઇજા કે નુકસાન થયુ ન હતું. પરંતુ વીજળી જે બાવળના ઝાડ ઉપર પડી તે ઝાડને આખું ફાડી નાખ્યું હતું. અને આ ઘટનાથી ખેડૂત સ્તબ્ધ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...