તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર:હળવદમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, કુંભારપરામાં રહેણાંક મકાન પર વીજળી પડી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, કુંભારપરામાં રહેણાંક મકાન પર વીજળી પડી - Divya Bhaskar
હળવદમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, કુંભારપરામાં રહેણાંક મકાન પર વીજળી પડી
  • આજે સાડા આઠ વાગ્યા બાદ વીજળી પડી

સમગ્ર સૌરાષ્ટ્રને મેઘારાજાએ ઘમરોળ્યું છે, ત્યારે હળવદમાં પણ ગઇકાલે મોડી સાંજથી શહેર અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે સાડા આઠ વાગ્યા બાદ શહેરમાં આવેલા વરસાદની સાથે સાથે કુંભારપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડ્યાનુ સામે આવ્યું છે. જોકે, સદનસીભે કોઇ જાનહાનિ થઇ નથી.

હળવદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે તેની સાથે સાથે આકાશી વિજળી પણ અમુક જગ્યાએ ત્રાટકી રહી છે. હળવદમાં આજે બીજા દિવસે પણ વીજળી ત્રાટકી હોવાનું સામે આવ્યું છે.

હળવદ શહેરમાં આવેલા કુંભારપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈના ઘરની બાજુમાં આવેલા નગીનભાઈ પ્રજાપતિના રહેણાંક મકાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. જોકે, આ વીજળી પડવાને કારણે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...