તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:શોપ એક્ટનું લાઈસન્સ આપ્યું, તેની સામે ગૌવંશના કતલના કેસ છે : વિહિપ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિહિપના આગેવાનોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને શોપ એક્ટ મુજબ લાઈન્સન્સ ગેરકાયદે હોવાનું આવેદન પાઠવ્યું. - Divya Bhaskar
વિહિપના આગેવાનોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને શોપ એક્ટ મુજબ લાઈન્સન્સ ગેરકાયદે હોવાનું આવેદન પાઠવ્યું.
  • પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને આવેદન, લાઈસન્સ રદ કરવા માગ

સુરેન્દ્રનગર વિશ્વહિન્દુ પરિષદના જયેશભાઇ શુકલ, પ્રવિણસિંહ ઝાલા, જતીનભાઇ રાવલ સહિત કાર્યકર્તાઓએ ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યા, અને સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યને શોપ એક્ટ અંગે ગેરકાયદે લાઈસન્સ આપ્યા અંગે આવેદન પાઠવ્યું હતું. સુરેન્દ્રનગરના ઘાંચીવાડ-1 અફઝલ લાઇવ સ્ટોક એનિમલ હાઉસ જે ગુલામખ્વાજા મહંમદ કુરેશીને શોપએક્ટ મુજબ પાલિકા દ્વારા લાઈસન્સ ઇશ્યૂ કરાયું છે. આ શખ્સ સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં તેમજ જિલ્લાના અન્ય અનેક પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલ કરવા બાબતના કેસો થયા છે.

આ શખસે આ અંગે પહેલું લાઈસન્સ શોપ એક્ટનું મેળવ્યું તે બાબતમાં ગાય સિવાયના મોટા પ્રાણીઓનું કતલ કરવા અને માસ મટનનું વેચાણ કરવા સુધારા અરજી કરી છે. કોઇ પણ જાતની ચકાસણી કર્યા વગર લાઈસન્સ અપાયું છે. આથી બંને લાઈસન્સ આપવામાં શોપ એક્ટ કાયદાનો સરેઆમ ભંગ થયો છે. આથી લાઈસન્સ રદ કરવા માગ કરાઇ હતી. જો તેમ નહીં કરાયતો કાયદેસરની કોર્ટ કાર્યવાહી તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...