તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માગણી:વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમને ધંધો કરવા દો, ફુટપાથ પર બેસતા વેપારીઓની કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર - વઢવાણ રોડપર આર્ટસ કોલેજથી ગાંધી હોસ્પીટલ સુધીના દિવાલ પાસે ફેન્સીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ત્યાં બેસતા વેપારીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી જ્યાં સુધી વૈકલ્પીક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વેપારધંધો કરવા દેવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગરથી વઢવાણ જવાના રસ્તે આર્ટસ કોલેજથી ગાંધી હોસ્પીટલ સુધીની દિવાલ પાસે અનેક નાનામોટા વેપારીઓ કેબીનો લારી ગલ્લા રાખી વેપાર ધંધો કરે છે. હાલ તંત્ર દ્વારા અહીં ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આથી વેપારીઓ કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા જ્યાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુંજબ અમો આર્ટસ કોલેજથી ગાંધી હોસ્પિટલ વાળા રોડ ઉપર ફૂટપાથ ઉપર છેલ્લા 20 થી 30 વર્ષથી વેપાર ધંધો કરીએ છે.આ રસ્તો સ્ટેટ હાઇવેમાં આવતો હોવાથી ફુટપાથપર ફેન્સીંગ અને રેલીંગ નાંખવામાં આવી રહી છે. હાલ કોરોનાને લઇ છેલ્લા 5 મહિનાથી ધંધા રોજગાર બંધ છે આથી ફુટપાથ પર ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને ત્યાંથી ન હટાવવામાં આવે અને જો સરકાર હટાવાનો નિર્ણય લેશે તો એ સામાન્ય લોકોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ થશે આથી આપ લારી ગલ્લાવાળાઓને જ્યાં સુધી વૈકલ્પીક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ બંધ રખાવા અને ત્યાં ધંધો કરવા દેવા હેકરઝોન કે બીજી કોઇ વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો