દીપડાની દહેશત:સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રામપર અને મોરવડ ગામમાં દીપડાના પગરણ, ગામલોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાને પાંજરે પુરવા વનવિભાગની ટીમો કામે લાગી

વઢવાણ તાલુકાના રામપર અને મોરવાડ ગામમાં દીપડાના પગરણ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં વનવિભાગ ખાતુ પણ દોડતુ થયું છે અને દીપડો કઈ દિશામાં ગયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડૂતો ખેતરે જતી સમયે દીપડાના પગના નિશાનો જોયા
હવે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં દીપડાના પગરણ જોવા મળ્યા છે. ત્યારે તાત્કાલિક અસરે વન વિભાગ ખાતાને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વઢવાણ તાલુકાના રામપરા અને મોરવાડ ગામની સીમમાં સવારે ખેડૂતો ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે દીપડાના પગના નિશાનો જોવા મળ્યા છે.

ફોરેસ્ટ ખાતાની ટીમો હાલમાં તપાસમાં કામે લાગી
પગના નિશાન અને તપાસની આધારે ટીમમાં દીપડો હોવાનું હાલમાં પુરવાર થઈ રહ્યું છે. ત્યારે વન વિભાગ અને ફોરેસ્ટ ખાતાની ટીમો હાલમાં તપાસમાં કામે લાગી છે. ત્યારે તસ્વીરોમાં દીપડાના પગના પંજા અને તપાસ હાથ ધરતી તસવીરો જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...