આયોજન:જિલ્લામાં 44 દિવસ દરમિયાન કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 લાખથી વધુને નિ:શુલ્ક કાયદાની સમજ આપવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળે કાનૂની શિક્ષણ શિબિરોનું આયોજન કરાયું હતું. જેમાં 13 દિવસ દરમિયાન જિલ્લા તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નિ:શુલ્ક કાયદાની સમજ અપાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના નિર્દેશ હેળ તાલુકા કાનૂની સેવા સમિતિ સુરેન્દ્રનગર દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં તા.2 ઓક્ટોબરથી તા.14 નવેમ્બર એમ 44 દિવસ સુધી કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું.

જેમાં શહેરની સી.યુ.શાહ સકુલ, વિકાસ વિદ્યાલય, મૈત્રી વિદ્યાપીઠ, સી.પી.ઓઝા સ્કુલ, જેએનવી, વિવેકાનંદ સ્કૂલ, સવાશાળા, બધેકાસ્કૂલ, અલ્ટ્રાવિઝન સ્કૂલ, સંકલ્પ વિદ્યાલય, જેલસંકૂલમાં એડવોકેટ વાય.કે.કારેલિયા સહિત ટીમે દરેક સ્થળે 3 વખત કાનૂની શિબિર યોજી હતી. જેમાં લોકોને વિવિધ કાયદાઓનું જ્ઞાન આપી પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જઇ નિશુલ્ક કાનૂની સહાય સહિતની માહિતી આપવામાં આવી હતી. આ કાનૂની શિક્ષણ શિબિરનું અંદાજે 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...