તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020:ખર્ચમાં જરૂરી કાપ મુકી ખેતીકામ કરીને સન્માનથી જીવવાનું શીખ્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષક છું, નિરાશ કયારેય પણ ન થાઉં

2020 પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ વર્ષે આપણને શું શીખ આપી તે દિશામાં વિચારીએ તો લગભગ 10 માસનું આપણું જીવન કોરોનાની આસપાસ જ રહ્યું . 20-20માં એવી એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેનું આખું વર્ષ સારું ગયું હોય તેમાંય નવ માસના કોરોનાકાળની વાત કરીએ તો જે વ્યક્તિ - પરિવાર - સંસ્થાનું હેલ્થ (સ્વાસ્થ્ય) અને વેલ્થ (સમૃધ્ધિ) મેનેજમેન્ટ સારું રહ્યું તેમના જીવનમાં પડકારો જરૂર આવ્યા પરંતુ તેમણે શ્રેષ્ઠ મેનેજમેન્ટ થકી પડકારોનો સામનો કરી જીવનયાત્રાને ખૂબ સારી રીતે આગળ ધપાવી. મનુષ્યનું મોટાભાગનું જીવન સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ મેનેજમેન્ટ પર જ નિર્ભર હોય છે. આપણે આ બાબતને કેટલાક દ્રષ્ટાંત સાથે સમજીએ.

સુરેન્દ્રનગરની ખાનગી સ્કૂલમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે નોકરી કરતાં ઇશ્વરભાઇ વાઘેલાની કોરોનાના કારણે આવકમાં અસર થઇ હતી.સંસ્થાએ તેમના દ્વારા બનતી મદદ કરી પણ ઘટ પુરવા આવક વધારવી પણ જરૂર હતી. જેથી તેમણે ટુંકી ખેતી હોય ખેતીકામ પણ શરૂ કરી દીધુ હતું. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં જીવનમાં ઘણો ફેરફાર થયો છે. બચત અને આરોગ્યની કાળજી માટે હોટલમાં ખાવાનું બંધ કરી દીધુ છે. અમારી મોજશોખ પાછળ થતા ખર્ચ બંધ કરીને સન્માનથી જીવન શીખતા આ કોરોનાએ શીખવ્યુ છે.

લોન લઇ શરૂ કરેલો ધંધો બંધ થતા શાકનું વેચાણ કરી ગાડી પાટે ચઢાવી
લીંબડી જૂના જીનપરામાં રહેતા અને ગલ્લો ચાલવતાં નાસીરભાઈ આરબનો મોટા પુત્ર ઈમ્તિયાઝ અને નાના પુત્ર અકબરે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ જાન્યુઆરીમાં ગોલ્ડ લોન લઈ ગ્રીનચોક ખાતે પાણીપુરીની દુકાન ખરીદી હતી. બાદમાં લોકડાઉન આવતાં ત્રણેયના ધંધા બંધ થઈ ગયા. બીજી બાજુ લોનના હપ્તા ચાલુ થતાં આર્થિક મુશ્કેલી વધી હતી. ત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળ્યા પછી લોકો ખાણીપીણીથી દૂર રહેતા બન્ને ભાઈઓએ ગ્રીનચોકમાં લીધેલી દુકાને શાકભાજીનો વેપાર શરૂ કર્યો. ધંધો ધંધાને શિખડાવે તેમ ધીરે ધીરે બન્ને ભાઈઓને જીવન પાટે ચઢાવી દીધું હતું.

શાકનું વેચાણ
શાકનું વેચાણ

પાઉંભાજીનો ધંધો બંધ થતાં પિતા, પુત્રે શાકભાજીની રેકડી ચાલુ કરી
ચોટીલામાં 20 વર્ષથી સ્થાયી બનેલો યુપીનો કઠેરીયાના મોભી રામવિલાસ કામતાપ્રસાદનો પરિવાર તળેટીમાં ભાડાની જ્ગ્યા ઉપર પાઉંભાજીની લારી ચલાવતો હતો. પણ લોકડાઉનમાં ધંધો બંધ થતાં સૌથી પહેલા બીનજરૂરી ઇલેક્ટ્રીસીટી ચાલુ ન રહે તેની આદત કેળવી, રસોઈમાં બગાડ ન થાય અને ખર્ચાઓ ઉપર કન્ટ્રોલ કર્યો. લોકડાઉન ખુલ્યું ફરી હાઇવે ઉપર જગ્યા ભાડે રાખી ભેળની લારી શરૂ કરી પણ લોકો ન આવતાં મોટા પુત્ર વિક્રમે શાકભાજીની લારી લઇ ગલી ગલી ફરવાનું શરૂ કર્યું. સાંજે વધે તેમાંથી 70 વર્ષના પિતા ધંધો કરી લેતાં. જેથી બે આવક શરૂ થઇ છે.

પાઉંભાજીની લારી
પાઉંભાજીની લારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો