તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સુરેન્દ્રનગર કુંભારપરાથી બસ ડેપો રોડ પરની પાણીની લાઇનમાં લીકેજ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લીકેજ લાઇનનું પાણી રસ્તા પર ફરી વળતા નર્કાગાર - Divya Bhaskar
લીકેજ લાઇનનું પાણી રસ્તા પર ફરી વળતા નર્કાગાર
 • 1 વર્ષથી પરિસ્થિતી જૈ સે થે રહેતાં સ્થાનિકોમાં રોષ

સુરેન્દ્રનગર કુંભારપરાથી બસ સ્ટેશન તરફ જતાં મુખ્ય રસ્તા કુંભારપરાના ખુણા પાસે જ છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનો વેફડાટ થઇ રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં સ્થિતી જેમની તેમ રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણીની નવી લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ પાણીની લાઇન પાછળ કરેલો આ કરોડો રૂપિયાનો ખર્ચ પણ જાણે પાણીમાં જ વહી ગયો હોય

તેવો ઘાટ સર્જાતા રોજની સરેરાશ અંદાજે 10 થી વધુ જગ્યાએ લાઇન લીકેજ થવાની ફરીયાદો આવી રહી છે ત્યારે શહેરના હાર્દસમા મુખ્ય રસ્તા એવા કુંભારપરાથી બસ સ્ટેશન તરફ જતા કુંભારપરા શેરીના પ્રવેશ દ્વારા પાસે જ છેલ્લા ઘણા સમયથી લાઇન લીકેજના કારણે પાણીનો વેડાફાટ થઇ રહ્યો છે. તેમજ પાણી રસ્તા પર ફરી વળતા આસપાસના દુકાનદારોન અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇન લીકેજની સમસ્યા ઘણા સમયથી છે અને તેમ છતાં સમારકામની કોઇ કામગીરી કરવામાં ન આવતા જીયુડીસીની કામગીરી સામે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે પાણીનો વેડફાટ અટકાવી લાઇનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો