તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર ઉતર્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ચાલતા જુગાર, દારૂ અને ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ સામે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન. - Divya Bhaskar
જિલ્લામાં ચાલતા જુગાર, દારૂ અને ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ સામે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન.
  • જિલ્લામાં ગેરકાયદે ખનન, દારૂ, જુગાર અટકાવવા કાર્યવાહી કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સાયલા તાલુકામાં દારૂ જુગારની બદીઓ વધી હોવાની તથા ખનીજનું ગેરકાયદે ખનન સામે પગલા લેવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું. પરંતુ કાર્યવાહી ન થતા જિલ્લા કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

આ અંગે જાણજીભાઇ શેખાવા, જીતેન્દ્રભાઇ પરમારે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભુમાફિયાઓ અને બુટલેગરો રાજકીય વગ ધરાવતા માથાભારે તત્વો અને તંત્રની મિલીભગતથી દારૂ, જુગાર, સફેદ તથા કાળા પથ્થર, કોલસા અને ખનીજ સંપત્તિનું ગેરકાયદે ખનન પ્રવૃતિ ચાલે છે. આમ ખનીજ સંપત્તિ ચોરી ભૂમાફિયા કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે.

આ અંગે અધિકારીઓને વારંવાર રજૂઆાત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. આથી અગાઉ અમો કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે કાર્યવાહીની ખાત્રી આપ્યા બાદ હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. આથી10-6-21ના રોજ આવેદન પાઠવ્યા બાદ પણ કાર્યવાહીન થતા અમે ફરી ઉપવાસ આંદોલન પર બેઠા છીએ. આથી અમે બંને આ ભૂમાફિયાઓ અને બુટલેગરો સામે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર ઉતર્યા છીએ અમારા જાનમાલનું નુકસાન થાય તો જવાબદારી તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...