હત્યા કેસ:જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસ મામલે એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલીસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસ મામલે એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલીસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઈ - Divya Bhaskar
જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસ મામલે એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલીસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઈ
  • સીસીટીવી અને ટેકનીકલ સોર્સની મદદ લઇ તપાસ હાથ ધરાઈ, ડોગ સ્કવોડની તપાસમાં કાંઇ ના નીકળ્યું
  • જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તેના પર તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી તેની હત્યા કરી હતી

પાટડી તાલુકાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તેને તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા ચકચાર મચી હતી. જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસમાં એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલીસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઇ છે. રસ્તા પરના સીસીટીવી અને ટેકનીકલ સોર્સની મદદ લઇ તપાસ હાથ ધરાઇ છે. જ્યારે ડોગ સ્કવોડની તપાસમાં કઈ ના નીકળતા પોલીસ પણ મુંઝાઈ છે.

સુરેન્દ્રનગરના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તેના પર તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહી ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા અને જૈનાબાદ મેઇન બજારમાં રહેતા અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા ગત રાત્રીના પોતાના નવા ઘરમાં એકલા સૂતા હતા. જ્યારે બાકીના પરિવારજનો જૂના ઘેર સૂતા હતા. આ દરમિયાન રાત્રીના અંધારામાં તસ્કરોની ગેન્ગ ચોરી કરવાના ઇરાદે એમના ઘરમાં ઘૂસી હતી. ત્યારે અવાજ થતાં મકાન માલિક અબ્દુલભાઇ વડગામા જાગી જતાં તસ્કરો સાથે એમને ઝપાઝપી થઇ હતી. તસ્કરોએ તેને માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી હતી. જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસમાં એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલીસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઇ છે. રસ્તા પરના સીસીટીવી અને ટેકનીકલ સોર્સની મદદ લઇ તપાસ હાથ ધરાઇ છે. જ્યારે ડોગ સ્કવોડની તપાસમાં કાંઇ ના નીકળતા પોલીસ પણ મુંઝાઇ છે. હાલમાં પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...