જુગારધામ પર દરોડો:હળવદમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને LCBએ દોઢ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને LCBએ દોઢ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા - Divya Bhaskar
હળવદમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને LCBએ દોઢ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા
  • આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હળવદ ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ચાર આરોપીઓને રૂ.1.48 લાખની રોકડ સાથે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હળવદ ગામની સીમમાં ટીકર રોડ ઉપર મકારી હનુમાનજીના મંદિર પાછળ સીમમાં આવેલી વાડીમાં પતરાના ઢાળીયા નીચે આરોપી સત્તારભાઇ એહમદભાઇ ઘાચી રહે. હળવદ, વાળો બહારથી માણસો બોલાવી ઘોડીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી/રમાડતા હોય તેવી બાતમી મળતા એલસીબી ટીમે રેઇડ કરતા સત્તારભાઇ એહમદભાઇ લોલાડીયા રહે. હળવદ, નવી પોસ્ટ ઓફીસ પાછળ, ઉમીયા એપાર્ટમેન્ટની બાજુમાં, સામતભાઇ રામજીભાઇ ઝાપડા રહે. હળવદ અન્નક્ષેત્રપાછળ, કરાચી કોલોની, હસમુખભાઇ પ્રભુભાઇ ગણેશીયા રહે. હળવદ કરાચીકોલોની, રામાપીરના મંદિરની બાજુમાં તથા મહેશભાઇ લાલજીભાઇ પઢેરીયા રહે. ધ્રાંગધ્રા, મયુરનગર, હળવદ રોડ, તા. ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર વાળાને રોકડ રૂ.1,48,000 તથા ઘોડીપાસા નંગ-2ના મુદામાલ સાથે પકડી પાડયા છે.

ચારેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ 4-5 હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી., હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, કોન્સ.દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, સતિષભાઇ કાંજીયા વિગેરે જોડાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...