સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન હથીયાર અંગે બાતમી મળી હતી.આથી એક શખ્સને રીવોલ્વર સાથે ખમીસણા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તેની સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહીમાટે સોંપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને માટે જિલ્લામાં હથીયાર રાખતા અને વેચાણની પ્રવૃતિ કરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડાએ સુચના આપી હતી.આથી એલસીબી ટીમે પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં હોવા દરમિયાન હથીયાર અંગે બાતમી મળી હતી.
આથી ખમીસણા ગામે જવાના રોડ પર હેલીપેડ પાસે વોચ ગોઠવી હતી.જ્યાં શંકાસ્પદ શખ્સ જણાતા અટકાવી પુછપરછકરતા પોતે વઢવાણ સુડવેલ સોસાયટીના રહીશ આહીલ મહંમદભાઇ ઉસ્માનભાઇ સીપાઇ હોવાનુ જણાવ્યુ હતુ.તપાસમાં પેન્ટના ખીસ્સામાંથી રીવોલ્વર મળી આવી હતી.
જેના વીશે પુછપરછ કરતા ચાર મહિના પહેલા લક્ષ્મીપરા શેરીનં.1 ના રહીશ સાજીદભાઇ બસીરભાઇએ રાખવા આપી હોવાનુ જણાવ્યુ હતુ.આી તેમની પાસેથી હથીયાર રૂ.20,000નો મુદામાલ જપ્ત કરી સીટી એડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમા પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, નિકુલસિંહ સહિત ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.