સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા બે મજિસ્ટ્રેટની તેની જાણ બહાર ખોટા રાજીનામા બનાવી તેઓના વિભાગમાં મોકલી આપનાર વકીલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વકીલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેનો ખુલાસો થશે.
સુરેન્દ્રનગરના બે મેજિસ્ટ્રેટના બોગસ રાજીનામા તૈયાર કરવાનું પ્રકરણ બહાર આવતા ચકચાર મચી હતી. આ મામલે સુરેન્દ્રનગર એસપી હરેશ દૂધાત અને ડીવાયએસપી એચ.પી. દોશી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહેન્દ્ર મૂલ્યા નામના વકીલની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે. વકીલને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જે ખોટા રાજીનામા તૈયાર કરાયા હતા તે ક્યાં તૈયાર કરાયા હતા તેની તપાસ માટે સુરેન્દ્રનગર પોલીસે લીંબડીમાં અને રાજકોટ સુધી તપાસ હાથ ધરી હતી. આરોપીના રિમાન્ડ દરમિયાન આ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.