સુવિધા:સુરેન્દ્રનગર જંકશનમાં 2.2 કરોડના ખર્ચે તૈયાર થયેલી લિફ્ટનું આજે લોકાર્પણ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ 1થી 3 સુધી આવવા-જવા માટે 4 લિફ્ટની સુવિધા

સુરેન્દ્રનગર જંકશનમાં આવતા મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજે જવા દાદરા ચડવામાંથી મુક્તી મળે માટે લીફ્ટની સુવિધાની માંગ કરાઇ હતી.આથી રૂ.2.2 કરોડના ખર્ચે ચાર લીફ્ટ બનાવાતા આજે તેનુ લોકાર્પણ કરવામાં આવશે.જેમાં એક લીફ્ટમાં 10થી વધુ લોકોની કેપેસીટી હોવાથી દિવ્યાંગો, વડિલો સહિતને દાદરા ચડવામાંથી રાહત મળશે.

સુરેન્દ્રનગર જંકશન જિલ્લાનુ સૌથી મોટુ જંકશન હોવાથી અહીં દરરોજ અનેક મુસાફરોની અવર જવર રહે છે.અહીં પાંચ પ્લેટફોર્મ આવેલા હોવાથી એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરોને દાદરા ચડી અવર જવર કરવી પડતી હતી.જેમાં વડીલો, બાળકો, દિવ્યાંગોને પરેશાની થતી હોવાથી લીફ્ટ મુકાવવા રજૂઆતો થઇ હતી.આથી રૂ.2.2 કરોડના ખર્ચે લીફ્ટ નાંખવાની કામગીરી હાથ ધરાઇ હતી.જેમાં પ્લેટફોર્મ એક પરથી બે પર જવા અને બે અને ત્રણ પર બે અને એક પ્લેટફોર્મ નંબર પાંચ એક એમ કુલ ચાર લીફ્ટ બનાવાઇ છે.

આ એક લીફ્ટમાં 10થી વધુ લોકોને બેસવાની સુવિધા વાળી હોવાથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવામાં આશાની રહેશે.જેનું લોકાર્પણ આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, વિધાનસભા નાયબ દંડક જગદીશભાઇ મકવાણાના હસ્તે કરવામાં આવશે.જેથી સુરેન્દ્રનગર જંકશન પરથી મુસાફરી કરતા મુસાફરોની સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...