સુરેન્દ્રનગર એસટી ડેપોને ગુજરાત રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન 2x2 લકઝરી કોચ 3 બસો ફાળવી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રા ડેપોમાં -1 તેમજ લીંબડી એસટી ડેપોમાં-1 મીની બસ ફાળવી હતી. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફાળવેલી 3 લકઝરી બસોમાંથી 2 બસો સુરેન્દ્રનગર-સુરત તેમજ 1 બસ સુરેન્દ્રનગર -ભુજ રૂટ પર દોડશે. આ બસની દરેક પુશબેક સીટ ઉપર એલટીડી લાઇટ મુકવામાં આવી છે. જેથી મુસાફરી દરમિયાન રાત્રિના સમયે પણ વાંચન કરે અને લાઇટ ચાલુ બંધ કરી શકે છે. બસમાં કુલ 41 સીટોનું સિટીંગ છે.
સીટની પાછળ પાણીની બોટલ, કોઇ પુસ્તક રાખવાની સુવિધા. આ ઉપરાંત મોટા ભાગે છેલ્લી સીટમાં હાથ મૂકવા માટે હેન્ડલયુક્તની સુવિધા નથી હોતી. ત્યારે આ બસાં છેલ્લી સીટમાં પાંચ જેટલા હેન્ડલ પણ મૂકવામાં આવ્યા છે જેથી મુસાફર પોતાના હાથ તેના પર રાખ શકે. આ નવી બસોનો લોકાર્પણ તા. 15-3-2023ને બુધવારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં યોજાયો હતો.
આ પ્રસંગે સુરેન્દ્રનગરની 3 તેમજ ધ્રાંગધ્રા 1 અને લીંબડી 1 સહિત પાંચ બસોનો લોકાર્પણ કરી ગાંધીનગર નાયબ દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે, આગામી ટૂંક સમયમાં નવા એસટી ડેપોનો લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષકુમાર સંઘવી દ્વારા કરવામાં આવશે. એસટી બસોના લોકાર્પણ સમયે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, સુરેન્દ્રનગરના ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ, સલાહકાર સમિતિ સદસ્ય વનરાજસિંહ રાણા, ડેપો મેનેજર ઇન્દ્રવદન જે.નાયી, વહીવટીવડા વિપુલભાઈ વ્યાસ, એટીઆઇ ચંદુભા રાણા તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.