ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ:સુરેન્દ્રનગરમાં ધરામિત્ર આહાર આરોગ્ય ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસ્કૃતિક કાર્યક્રમ અને આરોગ્ય નિદાન કેમ્પ પણ યોજાશે

ધરામિત્ર, જીવન માંગલ્ય ટ્રસ્ટ રાજકોટ, સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ-રાજકોટ અને અનુબંધ સુરેન્દ્રનગર મંડળ દ્વારા તા. 17-18-19 ડીસેમ્બર 2021 ના રોજ સુરેન્દ્રનગર દરબાર બોડીંગ વિદ્યાર્થી ભવન, ભક્તિનગર સર્કલ, ડેરી સ્કૂલ પાસે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન સમય સવારે 10થી રાત્રે 10 સુધી કરવામાં આવ્યું છે.

આ ધરામિત્ર આહાર આરોગ્ય ફુડફેસ્ટીવલ અને ખેડૂતહાટમાં આયોજીત ભાતીગળ ભોજન મેળામાં વિસરાતી આરોગ્યપ્રદ વાનગીઓ અને સજીવ ખેતી કરતા ખેડૂતો પાસેથી વિવિધ ખેતપેદાશો અને અથાણા વસાણા લેવા ચાખવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

મેળાના ઉદ્દઘાટન સમારોહ તા. 17 ડીસેમ્બરે સવારે 10 કલાકે મૂળી ટેસ્ટના યુવરાજ સાહેબ અને મૃદુમાકુમારી પરમાર ઓફ મૂળી સ્ટેટના યુવરાણી સાહેબા, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરેન્દ્રનગરના ભરતભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પીનાકીન પંડયાના હસ્તે ઘરામિત્ર મેળો ખુલ્લો મુકાશે. તા.17 ડીસેમ્બરના રોજ અગ્નિકર્મ સારવાર ઉચ્ચાર કેમ્પ શરીરના સાંધાના દુ: ખાવા માટે વહેલા તે પહેલાના નોંધણી મુજબ 50 લોકો માટે નિશુલ્ક આયોજન થશે. આ ઉપરાંત સાંસ્કૃતિક મંચ પર સંગીત, નૃત્યુ, ચિત્રકલા તમજ વિવિધ કાર્યક્રમોમાં યોજાશે.

3 દિવસ આ નિહાળી શકશે
ઉંબાડીયુ, ઓળો,બાજરી, જુવાર, મકાઈના રોટલા, મહીકાના પુડલા, ખીચડી, મોરડની ભાજીના મૂઠીયા, પાણીપુરી, ભૈડકુ, વિવિધ જાતની ઇડલી સંભાર અને ઢોસા, રાગીના ઢોકળા-વલોણાની છાશ, મશરૂમના ભજીયા અને મશરૂમના પરાઠા,સલાડ. આ ઉપરાંત શેરડીનો રસ, કુદરતી મધ, ચોલેટ, નેચરલ સરબત, વિવિધ પ્રકારની ઔષધીઓ તથા ગાયના દૂધની વાનગીઓ.

અન્ય સમાચારો પણ છે...