નામકરણ:સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા નિર્માણ થયેલા રિવરફ્રન્ટનું સ્વ. વિપિનભાઈ ટોલીયા નામ રખાયું

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા નિર્માણ થયેલા રિવરફ્રન્ટનું સ્વ. વિપિનભાઈ ટોલીયા નામ રખાયું - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા નિર્માણ થયેલા રિવરફ્રન્ટનું સ્વ. વિપિનભાઈ ટોલીયા નામ રખાયું
  • નામકરણ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગર ખાતે પાલિકા તંત્ર દ્વારા નિર્માણ થયેલા રિવરફ્રન્ટનો આજે નામકરણ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. વિપિનભાઈ ટોલીયાના કાર્યકાળ દરમિયાન રિવરફ્રન્ટ બન્યો હતો. જેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રિવરફ્રન્ટનું નામકરણ સ્વ. વિપિનભાઈ ટોલીયા રીવરફ્રન્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રિવરફ્રન્ટનું નામકરણ સ્વ. વિપિનભાઈ ટોલીયા રીવરફ્રન્ટ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, સદસ્યો સહિતના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...