તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી કરો, પણ માસ્ક પહેરવાનું ભૂલતા નહીં:ખરીદીનો છેલ્લો દિવસ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરના મુખ્ય બજારની ડ્રોન તસવીર - Divya Bhaskar
સુરેન્દ્રનગરના મુખ્ય બજારની ડ્રોન તસવીર

કોરોનાને લઇ જન્માષ્ટમી, નવરાત્રી જેવા તહેવારો લોકો ઉજવી શકયા ન હતા. ત્યારે હવે દિવાળી પર્વ અને નૂતન વર્ષના વધામણા કરવા ઝાલાવાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવેમ્બર માસનો પગાર અને બોનસ હાથમાં આવતા સરકારી કર્મચારીઓ, ખાનગી નોકરીયાતો સહિતનાઓએ ધનતેરસથી જાણે ખરીદી શરૂ કરી છે. સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોક, જવાહર ચોક, ખીજડીયા હનુમાન ચોક, હેન્ડલૂમ ચોક સહિતના વિસ્તારોમાં દિવસભર લોકો કપડા, રંગોળી, ફટાકડા, ઇલેકટ્રોનીકસ આઇટમ, બુટ-ચંપલ, મીઠાઇ ખરીદતા જોવા મળતા હતા.

બજારમાં ખરીદી ખૂલતા કોરોનાથી કંટાળેલા વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળતી હતી.. જિલ્લાના લોકોએ શનીવારે બપોર બાદ દીપાવલી પર્વ મનાવ્યુ હતુ. ઘેર ઘેર રાત્રે દીવા પ્રગટાવ્યા હતા. આજે રવિવારે વૃધ્ધીના દિવસ બાદ સોમવારે ઝાલાવાડીઓ નૂતન વર્ષના વધામણા કરશે. જયારે પાટડીમાં ખરીદી અર્થે ઉમટેલી ભીડમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડાડતા કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપતા નજરે પડ્યા હતા. બીજી તરફ નુતન વર્ષના શુભ દીવસે ચોટીલા ચામુંડા માતાના મંદિરે યાત્રીકો વધારે આવતા હોય છે. જેથી નૂતન વર્ષે મેળા જેવો માહોલ હોય છે ત્યારે વેપારીઓ યાત્રિકોને આવકારવા આતુર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો