ધાર્મિક કાર્યક્રમ:પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર ખાતે લક્ષ્મીપૂજન અને હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી અભિષેક

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર ખાતે લક્ષ્મીપૂજન અને હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી અભિષેક - Divya Bhaskar
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર ખાતે લક્ષ્મીપૂજન અને હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી અભિષેક
  • કાળીચૌદસની સંધ્યાએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને હરિભકતોએ અભિષેક કર્યો

પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર ખાતે લક્ષ્મીપૂજન અને હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી અભિષેક કરવામાં આવ્યો હતો. હિંદુધર્મની પરંપરા પ્રમાણે દર વર્ષે કાળીચૌદસના રોજ શ્રી હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવતું હોય છે.

સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં હનુમાનજીની દાસત્વ ભક્તિને આદર્શ ગણાવી છે. કાળીચૌદસની સંધ્યાએ મલિનતા રુપી માયાથી મુક્ત બનીએ એવી પ્રાર્થના સહ વર્ણીન્દ્રધામ પાટડી મંદિરમાં વિરાજમાન કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી સંતો હરિભકતોએ અભિષેક કર્યો હતો. તેમજ ધનતેરસની સાંજે વૈદિક મંત્રોચ્ચારો સાથે લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...