તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગ હસ્તકની નર્સરીમાં લાખોની કિંમતના રોપાઓ યોગ્ય જાળવણીના અભાવે સૂકાઈ ગયા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગ હસ્તકની નર્સરીમાં લાખોની કિંમતના રોપાઓ યોગ્ય જાળવણીના અભાવે સૂકાઈ ગયા - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગ હસ્તકની નર્સરીમાં લાખોની કિંમતના રોપાઓ યોગ્ય જાળવણીના અભાવે સૂકાઈ ગયા
  • રોપાઓ અને ફૂલછોડ સુકાઈ ગયેલી હાલતમાં બિન ઉપયોગી નજરે પડ્યા
  • વન વિભાગની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ

સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગ હસ્તકની નર્સરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વન વિભાગની નર્સરીમાં લાખોની કિંમતના રોપાઓ અને ફૂલછોડ દેખરેખ વગર સુકાઈ ગયેલી હાલતમાં બિન ઉપયોગી નજરે પડતા ખુદ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે.

પર્યાવરણની સમતુલના જાળવવા માટે આપવાના રોપાઓ સૂકાઈ ગયાએક બાજુ દર વર્ષે સરકાર 'વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો'ના નારા સાથે વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગ હસ્તકની નર્સરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. વન વિભાગની નર્સરીમાં લાખોની કિંમતના રોપાઓ અને ફૂલછોડ દેખરેખ વગર સુકાઈ ગયેલી હાલતમાં બિન ઉપયોગી નજરે પડ્યા હતા. સુરેન્દ્રનગરના શહેરીજનો અને પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણની સમતુલના જાળવવા માટે આપવાના રોપાઓ અને ફૂલછોડ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાતા જણાઇ આવ્યાં હતા. ખુદ વન વિભાગની ઘોર બેદરકારી સામે આવતા લોકો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...