તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:રતનપરના શક્તિનગર, ભક્તિ નગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનપર વિસ્તારના લોકોએ પાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું હતું - Divya Bhaskar
રતનપર વિસ્તારના લોકોએ પાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું હતું
  • 15 વર્ષી રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી: રહીશો

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં આવેલી શક્તિનગર, ભક્તિનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરીમાં લેખિત રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.જો તેમ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર શહેરના વોર્ડનં 9માં આવેલા રતનપર વિસ્તારની શક્નિનગર, ભક્તિનગર વિસ્તારની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા હતા. આથી રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરીમાં અખિલ ભારતીય નિગરાની સમિતિની આગેવાનીમાં પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય આવેદન પાઠવ્યું હતું.

જેમાં સાગરભાઇ, સોમાભાઇ અલ્પાબેન, મુક્તાબેન સહિતનાઓએ જણાવ્યુકે છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં રોડ, રસ્તા ગટરની સુવિધા નથી. જ્યારે થોડા વરસાદમાં ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાઇ રહે છે .જેથીતેમાં ગંદકી થતા રોગચાળાનો ભય રહે છે. આથી વહેલી તકે આ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગ કરાઇ હતી. અને જો તેમ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...