આપઘાત:દિવાળી ટાણે ઘરમાં રૂપિયા અને રાશન ખૂટી જતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળી ટાણે ઘરમાં રૂપિયા અને રાશન ખૂટી જતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ - Divya Bhaskar
દિવાળી ટાણે ઘરમાં રૂપિયા અને રાશન ખૂટી જતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ
  • એક સમયે જાહોજલાલી વાળા ઘરમાં પતિએ ઘર છોડી દીધા બાદ પત્ની બાળકોની હાલત કફોડી બની

દિવાળીના તહેવારોના દિવસોમાં જ હળવદમાં અરેરાટી મચાવતી એક ઘટનામાં પતિ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ માંડ જીવન નિર્વાહ ચલાવતા ઘરમાં રૂપિયા અને રાશન ખૂટી પડતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

આ ચકચારી ભર્યા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ, હળવદ શહેરમાં સતનામ કોમ્પ્લેક્સ સામે રહેતા સંગીતાબેન અશોકભાઇ મીયાત્રા ( ઉ.વર્ષ 43 ) નામના મહિલાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજતા મરણ જનારના પુત્ર માનવભાઇ અશોકભાઇ મીયાત્રાએ પોલીસને જાણ કરી હતી.

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના પતિ દશથી બાર વર્ષ પૂર્વે ઘર છોડીને ચાલ્યા ગયા હોય આર્થિક સંકળામણ ભોગવતા મિયાત્રા પરિવારમાં છેલ્લા દિવસોમાં રૂપિયા અને રાશન ખૂટી જતા સંગીતાબેને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના મતે એક સમયે જાહોજલાલી ભર્યું જીવન જીવતા પરિવારમાં આર્થિક સંકટ આવી પડતા દિવાળી સમયે જ અરેરાટી મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...